ડૉ. બાબાસાહેબ આંબેડકર સ્મારક “ સંકલ્પભૂમિ”-ગાંધીનગર-વડોદરા અંગેની બેઠક,તા.૨૦-૫-૨૦૨૪ અને તા.૨૧-૬-૨૦૨૪
૧. નં.અજાક/મ-૩/૨૦૨૪/૧૪૭૪-૮૩ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ડૉ.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં.૪/૨, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. તા. ૧૪/૦૫ / ૨૦૧૪
વિષય:"ડૉ.બાબાસાહેબ આંબેડકર "સંકલ્પભૂમિ સ્મારક" વડોદરા ખાતેના મ્યુઝિયમના ઓડિયો-વિઝયુઅલ કન્ટેન્ટની ચકાસણી અંગેની બેઠક બાબત.
સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે "ડૉ.બાબાસાહેબ આંબેડકર "સંકલ્પભૂમિ સ્મારક" વડોદરા ખાતેના મ્યુઝિયમના ઓડીયો-વિઝયુઅલ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. સદરહુ કન્ટેન્ટની ચકાસણી કરવા અંગે માન.નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરના અધ્યક્ષસ્થાને તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ બર્પોરે ૧૨:૩૦ કલાકે નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, બ્લોક નં. ૪/૨, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. તો સદર બેઠકમાં કો-ઓર્ડિનેટશ્રીને હાજર રહેવા જણાવવા વિનંતી છે.
(૧) તા.૨૦-૫-૨૦૨૪ સંકલ્પભૂમિ સ્મારક, વિઝયુઅલ કન્ટેન્ટની નિયામક, અનુ.સૂચિ જાતિ કલ્યાણ કચેરી, ૪/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર અમદાવાદ થી ગાંધીનગર (ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા હાજરી)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજય, ગાંધીનગર, માન.નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગરના અધ્યક્ષસ્થાને ર્ડા. બાબાસાહેબ આંબેડકર સ્મારક “ સંકલ્પભૂમિ” વડોદરા ખાતેના મ્યુઝિયમના ઓડિયો વિઝ્યુઅલ કન્ટેન્ટની ચકાસણી અંગેની બેઠક.
૨. સંયુક્ત નિયામક (તકેદારી) અનુસુચિત જાતિ કલ્યાણ, વડોદરાની કચેરી, નર્મદા ભવન, સી/બ્લોક, બીજો માળ, જેલરોડ, વડોદરા-૩૯૦૦૦૧ ફોન : ૦૨૬૫-૨૪૨૫૮૨૩ / ફેક્સ : ૦૨૬૫ - ૨૪૨૫૮૨૪ E-mail: dswo vad@gujarat.gov.in નં. સં.નિ./તકે/અજાક/૨૦૨૪/૬૬૦-૬૭૦
વિષય- "ડૉ. બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક" વડોદરા ખાતેના મ્યુઝિયમના ઓડિયો - વિઝયુલ કન્ટેન્ટ ચકાસણી, અંગેની બેઠકમાં હાજર રહેવા બાબત
સવિનય સહ ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે “ડૉ.બાબાસાહેબ આંબેડકર સંકલ્પભૂમિ સ્મારક" વડોદરા ખાતેના મ્યુઝિયમના ઓડિયો-વિઝયુલ કન્ટેન્ટ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરવામાં આવેલ છે. જે કન્ટેન્ટના આખરી ચકાસણી માટે તા.૨૧/૦૬/૨૦૨૪ ને શુક્રવારના રોજ બેઠક રાખવામાં આવેલ છે. સદર બેઠકમાં અધ્યાપકશ્રીઓ/ કો-ઓર્ડિનેટરશ્રીઓને ડૉ.બાબાસાહેબ આંબેડકરના જીવન-કથનને લગત તૈયાર થઇ રહેલ અંગ્રેજી અને હિંદી ઓડિયો-વિઝયુલ કન્ટેન્ટનું આખરીકરણ કરવાનું હોઇ, બેઠકમાં સમયસર અચૂક હાજરી આપે તેમ વ્યવસ્થા કરી આપવા વિનંતી છે.
(૨) તા.૨૧-૬-૨૦૨૪ સંકલ્પભૂમિ સ્મારક, વડોદરા ખાતેના મ્યુઝિયમમના ઓડિયો-વિઝયુલ કન્ટેન્ટની ચકાસણી અંગેની બેઠકમાં હાજર રહેવા અંગે રાજકોટ થી વડોદરા (ચેર–સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા હાજરી)