વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગર આયોજિત સમરસતા સંગમ, તા. ૨૭/૦૬/૨૦૨૪, ગુરુવાર
દિનાંક : ૨૭-૦૬-૨૪ ને ગુરૂવાર
સ્થળ : આત્મિય કોલેજ હોલ, આત્મિય યુનિવર્સિટી, કાલાવડ રોડ, રાજકોટ.
સમય : સાંજે ૬:૩૦ થી ૯:૦૦
મુખ્ય વકતા : મા. વિનાયકરાવ દેશપાંડે (અખીલ ભારતીય સહ સંગઠન મંત્રી)
નિમંત્રક :- વિશ્વ હિન્દુ પરિષદ - રાજકોટ મહાનગર
અધ્યક્ષ : પ્રો. આર. એન. કાથડ
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટરના ચેરમેન દવારા વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગર આયોજિત સમરસતા સંગમ, "સ્મૃતિ" ૮-મીલપરા, ક્રાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, રાજકોટ-૨.
સૌરાષ્ટ્રની ભૂમિ એ પૂજ્ય સંતોની ભૂમિ કહેવાય છે. દેશ-ધર્મ-સમાજ ઉપર જ્યારે જ્યારે સંકટ આવ્યું હોય ત્યારે સંતોએ સમાજ-ધર્મ-રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યુ છે. જેના પ્રતાપે આજે વિશુદ્ધ હિન્દુ સમાજ તરીકે આપણે આ ભૂમિ પર વિદ્યમાન છીએ, પૂજ્ય સંતોના આદેશ, માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ૬૦ વર્ષથી દેશમાં ધર્મ-સમાજ અને રાષ્ટ્ર સેવાનું કાર્ય કરતી સંસ્થા છે.
જે રૂઢિના કારણે આ રાષ્ટ્ર વિધર્મીઓ દ્વારા પરાસ્ત થયો તે રૂઢિ આજે પણ હિન્દુ સમાજ માં ઓછા-વત્તા પ્રમાણમાં વ્યાપ્ત છે.
અસ્પૃશ્યતા, આભડછેટ, જાતિભેદ આ રૂઢિને દુર કરી સમરસ, સમર્થ, શક્તિશાળી દેશ અને સમાજ નિર્માણ કરવાનું કાર્ય સંતોના આશિર્વાદથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વર્તમાનમા દેશભર માં કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને આગામી દિનાંક ૨૭-૦૬-૨૪ ને ગુરૂવાર ના એક સાર્વજનીક સમરસતા સંવાદ-સંગમ કાર્યક્રમનું આયોજન આપણા શહેરમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહિ અસ્પૃશ્યતાની રૂઢિને દુર કરવાના વિશ્વ હિન્દુ પરિષદના સમરસતા સંવાદ કાર્યક્રમ.