સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જીલ્લાકક્ષા એ જામનગરની ડી.કે.વી. આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે આજરોજ માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના વરદહસ્તે આજે ૧૫ મી ઓગસ્ટ - ૭૬ મા સ્વતંત્રતા દિવસે ડી.કે.વી. કોલેજ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી એ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આજે ૭૬ મા સ્વતંત્રતા પર્વની ઉજવણીની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત દેશ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. આજે આપણે સૌ આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. આપણા વીર સપૂતો અને દેશભકતોના બલીદાનના કારણે આપણને આઝાદી મળી છે ત્યારે હું એ વીર શહીદોને નમન કરું છું.
કુલપતિશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ પ્રસંગે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી સમગ્ર દેશના લોકોમાં દેશભકિત અને રાષ્ટ્ર ભાવનાના દર્શન થયા છે. ભારત એ એકતા, અખંડિતતા, સર્વ બંધુત્વ અને વસુધૈવ કુટુંબકમ્ નો વિચાર એટલે ધરાવતું રાષ્ટ્ર છે. આજે દેશની સીમા પર રાષ્ટ્રની રક્ષા કરતા દેશના વીર સપૂતોને હું વંદન કરું છું.
સ્વતંત્રતા પર્વે ડી.કે.વી. કોલેજના બોટનીકલ ગાર્ડનમાં કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે "વૃક્ષા રોપણ" કર્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૪ ઓગસ્ટના રોજ જામનગર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા "રાષ્ટ્રીય જનચેતના બાઈક રેલી" યોજાઈ હતી. આ રેલીમાં કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ તથા સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ ઉપરાંત જીલ્લાકક્ષા એ નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તથા વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જામનગર ડી.કે.વી. કોલેજ ખાતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે સિન્ડિકેટ સભ્યશ્રી ડો. વિમલભાઈ પરમાર, ડી.કે.વી. કોલેજના આચાર્યશ્રી ડો. પુરોહિત, પરીક્ષા નિયામકશ્રી નિલેષભાઈ સોની, એન.એસ.એસ. કોઓર્ડીનેટર ડો. એન.કે. ડોબરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.