રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, નવી દિલ્લીના ચેરપર્સન સાથે ચેરના ચેરમેન દવારા મુલાકાત તા.૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર

રાષ્ટ્રીય  અનુસૂચિત જાતિ આયોગ, નવી દિલ્લીના ચેરપર્સન સાથે ચેરના  ચેરમેન દવારા મુલાકાત તા.૧૨/૦૪/૨૦૨૪, શુક્રવાર

            બાબા સાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરજીનું 14 એપ્રિલ 1891ના દિવસે અવની પર અવતરણ થયું. તેને 133વર્ષ પૂર્ણ થશે અને આ 134મો જન્મદિવસ આવશે. બાબા સાહેબના આ જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ સ્થિત લક્ષ્મી સોસાયટીમાં તેમના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ ભોજાણી દ્વારા ભવ્ય સેમિનાર કમ સન્માન સમારોહ યોજવામાં આવ્યો. આ પ્રસંગમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, નવી દિલ્લીના ચેરપર્સન આદરણીય શ્રી કિશોરભાઈ મકવાણાજી કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી તરીકે ઉપસ્થિત રહ્યા અને મનનીય પ્રવચન આપ્યું. કાર્યક્રમમાં મુખ્ય વક્તાશ્રી તરીકે GPSCના પૂર્વ સદસ્યશ્રી માનનીય શ્રી નાથુભાઈ સોસા સાહેબ, ડૉ. સુનિલ જાદવ સાહેબ અને પદ્મશ્રી શાહબુંદીન ભાઈ રાઠોડ રહ્યા હતા.

        કાર્યક્રમના પૂર્વે માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા જી "નિયતિ નિકેતન" મારા ગૃહે પધાર્યા અને ઘરે આવવાનું વર્ષોનું વચન પૂર્ણ કર્યું તેનો આનંદ છે. કાર્યક્રમમાં વિવિધ જિલ્લા માંથી પધારેલા ભીમપ્રેમી અનુસૂચિત જાતિ અને અન્ય સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ , સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના ગુજરાતના પ્રથમ ચેરપર્સન તરીકે અતિ મહત્વના બંધારણીય હોદા પર નિયુક્તિ મળતા આદરણીય શ્રી કિશોરભાઈનું સન્માન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત અને રાજ્ય સરકારશ્રી દ્વારા અનુદાનિત બાબા સાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર -સેન્ટરવતી ચેર ના ચેરમેન અને ચેર સેન્ટરના અધ્યાપક શ્રી ડૉ.વિનેશ બામણીયા દ્વારા 'આપણે અને આપણું બંધારણ' એ પુસ્તક ,ચેર સેન્ટરનું સ્મૃતિ ચિન્હ અને પુષ્પ ગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ ગરીમાં પૂર્ણ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ હતી. કાર્યક્રમના અંતે ભીમપ્રસાદ શ્રી ભોજાણી ભાઈ તરફથી હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક શામજી ભાઈ રાવલિયા દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં સોસાયટીના સર્વ સદસ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.

            આ કાર્યક્રમ પૂર્વે માનનીય શ્રી કિશોરભાઈ મકવાણા જી દ્વારા કેટલા પીડિત લોકોને મળી તેમની સમસ્યા જાણી તેઓની અરજી પણ લીધી હતી.

https://www.facebook.com/story.php?story_fbid=1181847286318933&id=100034810183867&mibextid=oFDknk&rdid=ZUp7fu0vKYRW7EZb


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

12-04-2024