સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે આજે 75 મા પ્રજાસત્તાક પર્વની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના વરદહસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ કર્મચારીઓ-વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રાષ્ટ્રગીત ગાન કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિશ્રી રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ભારત માતાને હું પ્રણામ કરું છું. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે આગળ વધી રહ્યા છીએ. દેશભાં આજે રામ મંદીરનું સ્વપ્ન સાકાર થયું છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયાસોથી દેશમાં આજે અશક્ય કાર્યો થઈ રહ્યા છે.
ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ "વિકસિત ભારત@૨૦૪૭" નું સુત્ર આપ્યું છે. આપણે સૌએ સહીયારા પ્રયાસોથી આ સ્વપ્ન સાકાર કરવા માટે કાર્ય કરવાનું છે. ભારત આજે વિકાસશીલમાંથી વિકસીત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
અંતમાં કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેએ સૌને ૭૫ મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કુલસચિવશ્રી ડૉ. રમેશભાઈ પરમાર, ભવનના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.