હરિવંદના કોલેજ, રાજકોટ, દવારા ચેર-સેન્ટરની મુલાકાત તા. ૨૮/૦૮/૨૦૨૩
બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજ તથા ભવનોની ચેર-સેન્ટરની વિદ્યાર્થીઓ, સંશોધન કર્તા તેમજ અધ્યાપકોની રૂબરૂ મુલાકાત.
ભવન/સંસ્થા : હરિવંદના કોલેજ, રાજકોટ
તારીખ : ૨૮/૦૮/૨૦૨૩
સ્થળ : બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
આજ રોજ હરિવંદના કોલેજના સમાજકાર્યના ૫૦ થી પણ વધુ વિધાર્થીનીઓ તથા સ્ટાફ બાબાસાહેબ ડો. બી.આર.આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવેલા. આ તકે ચેર સેન્ટરના ચેરમેનશ્રી પ્રો. (ડો.) આર. એન. કાથડ સાહેબ દ્વારા સમાજકાર્ય અને ડો. બી.આર.આંબેડકર વિશે વિદ્યાર્થીઓને અવગત કરેલ. ચેર સેન્ટરના પ્રો. રામભાઈ સોલંકી દ્વારા ચેર સેન્ટરની માહિતી આપવામાં આવી. ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી દ્વારા પ્રવર્તમાન સમયમાં ડો.બી.આર.આંબેડકરના વિચારોની મહત્વતા વિશે માહિતી આપવામાં આવી. કાર્યક્રમને સફળ બનાવવા ચેર સેન્ટરના પ્રો. કાંતિભાઈ કાથડ, ડો. મુકેશભાઈ ચૌહાણ અને શ્રી મિલનભાઈ વઘેરાએ જહેમત ઉઠાવેલ.