ચેર-સેન્ટર અને ભારતીય વિચાર મંચ દ્વારા એક વ્યાખ્યાનનું આયોજન તા. : ૩૦-૬-૨૦૧૮
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભારતીય વિચાર મંચ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત વ્યાખ્યાન
વિષય : આપણી સામેના સામાજિક પડકારો અને પ્રબુદ્ધ વર્ગની ભૂમિકા
વકતા : માનનીયશ્રી શ્રીકાંતજી કાટદરે (રાષ્ટ્રીય સહ સંયોજક, પ્રજ્ઞાપ્રવાહ)
તારીખ : ૩૦-૬-૨૦૧૮
સમય : ૦૧ : ૦૦ વાગ્યે
સ્થળ : વ્યાખ્યાન ખંડ, આર્ટ ગેલેરી, સેન્ટ્રલ લાઈબ્રેરી સામે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ
વિશેષ ઉપસ્થિતિ : પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ સાહેબશ્રી, પૂર્વ કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પ્રો. ભરતભાઈ રામાનુજ, પ્રો. કમલભાઈ મહેતા, પ્રો.જયદીપસિંહ ડોડીયા વગેરે
આ ગરીમાપૂર્ણ કાર્યક્રમમાં મહાનુભાવોની પૂર્ણસમય ઉપસ્થિતિ રહી હતી જેમ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, પૂર્વ કુલપતિ હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણ અને બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટરના સદસ્યાશ્રી પ્રો. હેમિક્ષાબહેન રાવ, અંગ્રેજી ભવનના અધ્યક્ષ અને ડૉ.આંબેડકર ચેરના સદસ્યશ્રી પ્રો. જયદીપસિંહ ડોડીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળના સિન્ડીકેટ સદસ્ય પ્રિ. ડૉ.ધરમભાઈ કાંબલિયા, અંગ્રેજી ભવનના સિનીયર પ્રોફેસર ડૉ. કમલભાઈ મહેતા, બાયોસાયન્સ ભવનના પ્રો.ડૉ. નિલેષભાઈ પંચાલ, મેથેમેટિક ભવનનાં પ્રોફેસર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ ક્રેટીટ સોસાયટીના મંત્રી, પ્રો.વી.જે. કનેરીયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષિક મહાસંઘના સંયોજક પ્રો.મનિષભાઈ શાહ, આર.આર. પટેલ મહિલા કોલેજના પ્રોફેસર ડૉ. તુલજાશંકર શ્રીમાળી, કોટડા-સાંગાણી સરકારી કોલેજના અધ્યાપકો પ્રા. ભાનુબહેન રાઠોડ, ડૉ.જયાબહેન વાઢેળ, ભારતીય વિચાર મંચ, અમદાવાદથી પધારેલા શ્રી સુભાષભાઈ ભાવસાર, શ્રી અનલભાઈ વાઘેલા, એજયુકેશન ભવનાના પ્રો. મગનભાઈ મોલિયા, ડૉ.કે.પી.ડામોર, ડૉ.શ્રદ્ધાબહેન બારોટ, સમાજશાસ્ત્ર ભવનના પ્રાધ્યાપક ડૉ.રાકેશ ભેડી વગેરે મહાનુભાવો તથા ભાવિ શિક્ષકો એવા શિક્ષણશાસ્ત્ર ભવન, સમાજશાસ્ત્ર ભવન, અંગ્રેજી ભવન તથા અન્ય ભવનમાંથી ઉપસ્થિત રહેલા શોધછાત્રો, વિદ્યાર્થી ભાઈ અને બહેનો સહિત ૧૪૮ની ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્વાનો અને સત્તામંડળના સત્તાધિશોનું ભારતીય બંધારણ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું સફળ સંચાલન સમાજશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર ડૉ. ભરતભાઈ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમના અંતે આભાર દર્શન ડૉ.વિનેશ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવામાં સહયોગ આપનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિશ્રી પ્રો. નિલામ્બરીબહેન દવે, પૂર્વ કુલપતિશ્રી પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, પ્રો. ભરતભાઈ રામાનુજ, આંકડાશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો. ગિરીશભાઈ ભીમાણી, કુલસચિવશ્રી પ્રો.ધીરેનભાઈ પંડયા, સમાજશાસ્ત્ર ભવવના અધ્યક્ષ પ્રો. હરેશભાઈ ઝાલા સાહેબ, ડૉ.કિરણ ડામોર, ડૉ.વિનેશ બામણિયા, ડૉ.કાન્તિલાલ કાથડ, ડૉ.જીતેશ સાંખટ, ડૉ.ચંદુલાલ પરમાર, શ્રી ડેનિસ આડેસરા, શ્રી બાબુલાલ સોંદરવા, રાકેશ ચાચિયા, મૂકેશ ચૌહાણ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
વક્તવ્યના અંશો :
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આંકડાશાસ્ત્ર ભવનના સેમિનાર હોલમાં તા.૩૦/૦૬/૨૦૧૮ના રોજ યોજાયેલ વ્યાખ્યાનમાં વક્તા તરીકે જાણીતા પ્રસિદ્ધ ચિંતક, લેખક, અનુવાદ એવા માનનીયશ્રી શ્રીકાંતજી કાટદરે દ્વારા એક કલાક મનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું. માનનીય શ્રીકાંતજી એ તેમના વક્તવ્યમાં કહ્યું કે,
- “વૈચારિક આદાન-પ્રાદાન એ આપણી પરંપરા છે. શાશ્વત જીવનમૂલ્યોનો સમાયાનુકૂલ વિચાર કરવો. આકલન કરવું, એ આજના સમાજની તાતી આવશ્યકતા છે.”
- બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર જેવા યુગપુરુષો, આર્ષદષ્ટાએ સમગ્ર સમાજ અને ભાવિ પેઢી અને રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને પોતાના જીવનનાં બહુમૂલ્યો વર્ષો રાષ્ટ્રને સમર્પિત કર્યા છે.
- “આજની પેઢીએ ભારત ઉપર થયેલા પડ્યુંત્રોને ભણવાની જરૂર છે, રાજકીય રીતે જીતેલા ભારતને જો કબ્જામાં રાખવો હશે તો સાંસ્કૃતિક વિજય કરવો પડશે.”
- “આજે ભારત ભારતથી વિખૂટું પડી રહ્યું છે. કારણ કે બધાની દૃષ્ટિ પશ્ચિમાભિમુખ છે. આજે ભારત ભારતની જ્ઞાન પરંપરાથી કપાઈ રહ્યું છે.”
- “સૌથી વધુ યુવાનો ધરાવતો આપણો દેશ છે. દેશમાં માટે લડવાનું આજના યુવાનો વિચારતા નથી. ભારતીય જીવનમૂલ્યો પ્રત્યે અનાસ્થા એ અધોગતિ તરફ લઈ જશે.”
- "સ્વતંત્રા પછીની પેઢીઓ ભારતથી કપાઈ રહી છે. સ્વદેશી, સ્વભાષામાં શિક્ષણ, પરિવાર વ્યવસ્થા, પ્રબુદ્ધિ વર્ગનું સ્વકેન્દ્રીપણું, આ બધી બાબતો કોઈપણ સ્વતંત્ર દેશને સમૃદ્ધિ બનાવતી નથી. આને કારણે અસ્તિત્વ રહેશે, અસ્મિતા સમાપ્ત થશે.”
- “આપણો દેશ આઝાદ કેમ થયો ? તો કહી શકાય કે, તે સમયે દેશ માટે મરવાની જેટલા લોકોની આવશ્યકતા હતી એના કરતા વધારે દેશ માટે મરવાવાળા મળ્યા હતા; એટલે આજે દેશ માટે જીવનારા લોકોની આવશ્યકતા છે.”
અધ્યક્ષીય ઉદ્બોધનનાં અંશો :
કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના પ્રતિનિધિ તરીકે સિન્ડિીકેટ સદસ્ય અને શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. ભરતભાઈ રામાનુજ રહ્યાં હતા. તેઓએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં કહ્યું કે,
- “આપણા રોજિંદા જીવન વ્યવહારમાં શાશ્વત ભારતીય જીવનમૂલ્યોને જાળવી રાખીએ, જેની શરૂઆત આપણે આપણાથી કરીએ. કેમ કે, વ્યક્તિ નિર્માણ દ્વારા જ રાષ્ટ્ર નિર્માણ થાય છે.”