નાયબ નિયામકશ્રી દવારા ડો. આંબેડકર ચેર સેન્ટરની રૂબરૂ મુલાકાત ૧૦-૧૦-૨૦૨૩

ડો. આંબેડકર ચેર સેન્ટર યોજના અમલીકરણ બાબતે નાયબ નિયામકશ્રી રૂબરૂ મુલાકાત ૧૦-૧૦-૨૦૨૩

            (૧) નં.નાનિ/ચેર/૨૦૨૩/૪૦૯૯, તા. ૦૯/૧૦/૨૦૨૩

            સંદર્ભદર્શિત પત્ર-૧ના અનુસંધાને તા. ૧૦/૧૦/ ૨૦૨૩ના રોજના નાયબ નિયામકશ્રી અનુસૂચિત કલ્યાણ, કુમારી એ.જે. ખાચર મેડમ તથા મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા યુનિવર્સિટી અને બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી. ચેર-સેન્ટરની બિલ્ડીંગ નં. ૯ માં ચેર-સેન્ટરની લાઈબ્રેરી, સેમિનાર હોલ, વહીવટી ઓફિસ, સ્ટાફ રૂમ, ચેરમેન ઓફિસ વગેરેની રૂબરૂ મુલાકાત લઈ ચેરની કામગીરી બાબતે ચેરમેનશ્રી દ્વારા આપવામાં આવેલી પ્રવૃત્તિઓની ફાઈલનો અભ્યાસ કરવામાં આવ્યો. ચેરના ચેરમેન અને સંશોધન અધિકારી દ્વારા ચેરની નીચેની પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી. (૧) ૬, ડિસેમ્બર-૨૦૧૬ના ચેરની સ્થાપના કરવામાં આવી. (૨) ચેરની પોતાની વેબસાઈડ વિશે માહિતી આપવામાં આવી. (૩) ચેરની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે, રાજ્યસ્તરીય ત્રિસ્તરી નિબંધલેખન સ્પર્ધા, ત્રિસ્તરીય વકર્તુત્વ સ્પર્ધા, કોરોના સમયમાં દેશના વિદ્વાનો દ્વારા આપવામાં આવેલ ૧૦૦ ઓનલાઈન વ્યાખ્યાનો, સમગ્ર એપ્રિલ માસ દરમ્યિાન ઓનલાઈન ભીમ જીવન રસામૃત દ્વારા ડૉ. આંબેડકરજીના જીવનને રજૂ કરવામાં આવ્યું. સામાજિક સમતા સપ્તાહ દ્વારા સાત ઓનલાઈન વિદ્વાનોના વ્યાખ્યાનો કરવામાં આવ્યા. પ્રતિવર્ષ વિદ્વાન લેખકોને ડૉ. આંબેડકરજી પર પુસ્તક પ્રકાશન અર્થે આર્થિક અનુદાન યોજના, ડૉ. આંબેડકરજી પર સંશોધન કાર્ય કરનાર શોધછાત્રોને સ્પે.ફેલોશીપ એવોર્ડ, ગ્રામાભિમુખ સંશોધન યોજના દ્વારા ૧૦ સંશોધકો દ્વારા પ૦ ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ પ્રશ્નાવલી ભરાવી અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. પ્રતિવર્ષ રાષ્ટ્રિય કક્ષાનો સેમિનાર યોજવામાં આવે છે, ચેર-સેન્ટરના અધ્યાપકો દ્વારા વિવિધ કોલેજો, સંસ્થાઓ, ભવનો વગેરેમાં વ્યાખ્યાનો કરવામાં આવે છે વગેરે પ્રવૃત્તિઓનો અહેવાલ સ્થાપનાથી માંડીને અત્યાર સુધીનો આપવામાં આવ્યો છે. ચેર-સેન્ટરમાં આવેલી ગ્રાન્ટ અને થયેલા ખર્ચ તથા વણવપરાયેલી ગ્રાન્ટ જમાં કરાવ્યાના આધારો આપવામાં આવ્યા છે. ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ દ્વારા થયેલા ઠરાવો અને આગામી કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી છે.

સંદર્ભપત્રથી ચેર-સેન્ટરમાં થયેલા ખર્ચ પત્રકો અને ૬ મુદ્દાઓની માંગણવામાં આવેલી માહિતી સંયુક્ત નિયામકશ્રી, નાયબ નિયામકશ્રી અનુ.જાતિ કલ્યાણ રાજકોટને મોકલવામાં આવી છે.

 નાયબ નિયામકશ્રી દ્વારા લેવામાં આવેલી રૂબરૂ મુલાકાત દરમ્યિાન ચેર-સેન્ટર દ્વારા નીચેની બાબતોની માંગણી કરવામાં આવી હતી.

(૧) ચેર-સેન્ટરની સલાહકાર સમિતિમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નિયુક્ત કરવાના થતા બે સદસ્યોની વહેલી તકે નિયુક્તિ કરવામાં આવે.

(૨) ગુજરાત રાજ્યમાં નમૂના રૂપ શ્રેષ્ઠ ચેર તરીકેની કામગીરી અમારી ચેર દ્વારા કરવામાં આવતી હોય ચેર-સેન્ટર માટેનું અલગ બિલ્ડીંગ માટેની ગ્રાન્ટ આપવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરવામાં આવી છે. જો આ બિલ્ડીંગ મંજૂર કરવામાં આવે તો યુનિવર્સિટી કેમ્પસ પર ભવ્ય ભવનનું નિર્માણ કરી શકાય. જેમાં વિદ્યાર્થીઓના વાંચન માટેની વિશાળ લાઈબ્રેરી, ડૉ. આંબેડકરજીના જીવન સંબંધિત મ્યૂઝિયમ, સેમિનાર હોલ, કલાસ રૂમ, ફેકલ્ટી રૂમ વગેરેનું નિર્માણ કરી શકાય.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

10-10-2023