પ્રથમ 'ભીમરત્ન' એવોર્ડ -વર્ષ : ૨૦૨૨-૨૩, તા. ૨૧/૧૨/૨૦૨૩

પ્રથમ ભીમરત્ન એવૉર્ડ, તા. ૨૧-૧૨-૨૦૨૩

'ભીમરત્ન' એવોર્ડ -વર્ષ : ૨૦૨૨-૨૩

તારીખ :  ૨૧/૧૨/૨૦૨૩

સ્થળ : સેન્ડીકેટ હોલ,, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

            બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ માર્ગદર્શિકા અનુસાર તા.૨૮/૦૪/૨૦૨૩ની સલાહકાર સમિતિમાં થયેલ ઠરાવ મુજબ માનનીય કુલપતિશ્રી દ્વારા ચેર-સેન્ટરના ઉદ્દેશ્યોને અનુરૂપ કાર્ય કરનાર વ્યક્તિ/સંસ્થાને ભીમરત્ન એવોર્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. તેને અનુલક્ષીને ભીમરત્ન એવોર્ડ માટે ઓનલાઈન/ઓફલાઈન/નોમીનેશનની કુલ ૧૮ દરખાસ્ત પ્રાપ્ત થઈ હતી. જેમા પુદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની 'ભીમરત્ન' એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

પસંદગી સમિતિના સભ્યો
(૧)       માનનીય કુલપતિશ્રીના પ્રતિનિધિશ્રી, પ્રો. હસમુખભાઈ એસ.જોષી,
(૨)       ચેર-સેન્ટરની સલાહકાર સમિતિનના સભ્યશ્રી, પ્રો.હિતેશભાઈ શુકલ,
(૩)       NGOનાપ્રતિનિધિશ્રી, શ્રી અનુપમભાઈ દોશી,
(૪)       સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ : નાયબ નિયામકશ્રી (અનુ.જાતિ કલ્યાણ કચેરી, રેસકોર્ષ, બહુમાળી ભવન, રાજકોટ.)

વંચાણે લીધા

(૧) ગુજરાત સરકાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ઠરાવ ક્રમાંક-અબડ/૧૦૨૦૧૬/૬૩૭૦૫ /હ (IWDMS/:-71550) સચિવાલય ગાંધીનગર તા.૨૮/૦૪/૨૦૧૬
(२) ન.અજાક ગ-૧/૧/૨૦૧૭-૧૮/૨૨૫૪-૫૮નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ, ૪/૨, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય ગાંધીનગર, તા.ર૦/૦૫/૨૦૧૭ની માર્ગદર્શિકા
(3) BAC/38-50/2023,70300 તા.૦૫/૦૫/૨૦૨૩ની સલાહકાર સમિતિનો ઠરાવ અન્વયે.
(४) BAC/ ભીમરત્ન એવોર્ડ-૨૦૨૩-૨૪, તા.૨૮/૦૪/૨૦૨૩ની માર્ગદર્શિકા
(5) નોંધ BAC/291/2023,96165 તા. ૦૯/૧૨/૨૦૨૩ની નોંધ પર મળેલ આદેશ અન્વયે. 
(૬) તા. ૨૧/૧૨/૨૦૨૩ના રોજ ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠકમાં થયેલ ઠરાવ.

            ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર.આંબેડકર ચેર–સેન્ટરે વર્ષ ૨૦૨૩-૨૪ માટેના પ્રથમ ભીમરત્ન એવૉર્ડની જાહેરાત કરવામાં આવી.  

            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી/પ્રતિનિધિશ્રીની અધ્યક્ષતામાં ભીમરત્ન એવોર્ડ પસંદગી સમિતિની બેઠક આજ રોજ યુનિવર્સિટીના સેન્ડીકેટ હોલમાં મળી ગઈ જેમાં બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર સેન્ટરની સલાહકાર સમિતિમાંથી એક પ્રતિનિધિ, સામાજિક/સેવાકીય કાર્ય કરતા NOGમાંથી એક પ્રતિનિધિ,  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ નિયામકશ્રી એમ ચાર સભ્યોની પસંદગી સમિતિએ આવેલી કુલ ૧૮ અરજીઓ, ઓનલાઈન/ઓફલાઇન અને નોમિનેશનમાંથી સમિતિ દ્વારા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની પસન્દગી કરવામાં આવી છે.

            ચેર -સેન્ટરની એપ્રિલ ૨૦૨૩ની સલાહકાર સમિતિમાં ડૉ.આંબેડકરજીના વિચારો અને કાર્યોને મૂર્તિમંત કરતા સમાજ સેવકોને ભીમરત્ન એવોર્ડ આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.  જે અન્વયે ચેર -સેન્ટર દ્વારા ભીમરત્ન એવોર્ડ માટેની અરજીઓ મંગાવવામાં આવેલ, અરજીની ચકાસણી કરવામાં આવેલ. આ મિટિંગમાં આવેલી અરજીઓ / નોમિનેશન પર ચર્ચા  વિચારણા બાદ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણની ભીમરત્ન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

         આ એવોર્ડમાં પ્રશસ્તિપત્ર, શાલ, અને સન્માનનિધિ રૂપિયા ૨૫,૦૦૦/- બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર -સેન્ટર દ્વારા આયોજિત આગામી ફેબ્રુઆરી ૨૦૨૪ના પ્રથમ સપ્તાહમાં યોજાનાર રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણને ભીમરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં  આવશે.

            પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં પોતાના ભજનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જીવિત રાખી છે તથા બાબાસાહેબ ડો. આંબેડકરજીના સંદેશને છેવાડાના માનવી સુધી ગામડાઓ સુધી પહોંચાડ્યો છે. હેમંતભાઈ ચૌહાણ દ્વારા અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ સ્ટેજ પ્રોગ્રામ ૯,૦૦૦થી વધુ રચનાઓ જન સમાજમાં ધર્મ, સંસ્કૃતિ, સંસ્કાર અને મહાપુરુષોના જીવન અને સંદેશને પહોંચાડવાનું ભગીરથ કાર્ય ભજન દ્વારા કરવામાં આવ્યું છે. ભારતીય સંતો અને મહાપુરુષોના જીવન અને સંદેશની ગાયકી દ્વારા જન-જન સુધી પહોંચાડવાનું કામ પદ્મશ્રી હેમંતભાઈએ કર્યું છે.

            સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. નીલામ્બરીબહેન દવે, કુલસચિવશ્રી ડૉ. રમેશ પરમાર, ચેર-સેન્ટરના ચેરમેન, પ્રો. રાજાભાઈ કાથડ અને પસંદગી સમિતિ દ્વારા અભિનંદન પાઠવામાં આવ્યા.

 


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

21-12-2023