શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, રાજકોટમાં પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ,તા.૧૪/૦૯/૨૦૨૩

દ્વિતીય : પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ,તા.૧૪/૦૯/૨૦૨૩

       શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, રાજકોટમાં પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ,તા.૧૪/૦૯/૨૦૨૩
(૨)    પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ - ૨૦૨૩-૨૪
          સમારોહ તારીખ અને સ્થળ :  તારીખ : ૧૪/૦૯/૨૦૨૩ (ગુરૂવાર), સમય : સમય : ૦૩ : ૪૫ કલાકે
          સ્થળ : શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, રાજકોટ.

            ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૨૫મી જન્મજયંતી વર્ષને અનુલક્ષીને ગુજરાત રાજ્ય સરકારશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડૉ. આંબેડકર ફાઉન્ડેશન-નવી દિલ્હીની માર્ગદર્શિકા અનુસાર સ્ટાફ સાથેનું વર્ષ : ૨૦૧૬માં સેન્ટર મંજૂર કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા બાબાસાહેબની નિર્વાણતિથિ નિમિત્તે ૬, ડિસેમ્બર-૨૦૧૬ના રોજ ચેર-સેન્ટરની સ્થાપના કરવામાં આવી. આ સેન્ટર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનદર્શન અને કાર્યોને લગતા સંશોધન, અધ્યયન અને અધ્યાપન કરવામાં આવી રહ્યું છે. ચેર-સેન્ટર ખાતે બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો ગત વર્ષે શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આ બંને અભ્યાસક્રમો (૧) ડૉ. આંબેડકરનું જીવન અને દર્શન (૨) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો.

        બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર દ્વારા પ્રમાણપત્રીય અભ્યાસક્રમ ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો.વર્ષ ૨૦૨૩-૨૪માં ચેરના ચેરમેન તથા સંશોધન અધિકારી અને શ્રી જે. એચ. ભાલડિયા મહિલા કોલેજના પ્રિન્સીપાલશ્રી, ડૉ. કાનાણી સાહેબના વરદે હસ્તે, ભાલોડિયા કોલેજ, રાજકોટ ખાતે તા. ૧૪/૦૯/૨૦૨૩ના રોજ ૬૦થી વધુ વિદ્યાર્થિઓના પ્રમાણપત્રીય અભ્યાસક્રમ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત સમારોહ. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી જે.એચ. ભાલોડિયા મહિલા કોલેજના પ્રિન્સીપાલશ્રી ડૉ. કાનાણી સાહેબે ચેર- સેન્ટરની કામગીરી અને કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા. વધુમાં પ્રિન્સીપાલશ્રી ડૉ. કાનાણી સાહેબ મહિલાઓના મુક્તિ દાતા ડૉ. બી.આર. આંબેડકરનું અનેરુ ૠણ છે તેમજ મહિલા સશક્તિકરણમાં ડૉ. આંબેડકરની ભૂમિકા અંગે વિદ્યાર્થિનીઓને માહિતીગાર કર્યા. ત્યારબાદ ચેર-સેન્ટરના સંશોધન અધિકારીશ્રી ડૉ. રવિ બી. ધાનાણી દ્વારા ચેર-સેન્ટરમાં થતી દશ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રદાન કરવામાં આવી. ચેર-સેન્ટરના ચેરમેનશ્રી દ્વારા મહિલા સશક્તિકરણ, અધિકારો અને ફરજો અંગે ડૉ. બી. આર. આંબેડકરના પ્રદાન અંગે માહિતી આપવામાં આવી, તેમજ ચેર-સેન્ટરના ભારતીય બંધારણમાં માનવ અધિકાર અને ફરજોના અભ્યાસક્રમમાં જોડાવવા બદલ વિદ્યાર્થિનીઓને તેમજ કોલેજના પ્રિન્સીપાલ અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા.

            કાર્યક્રમ સફળ બનાવવામાં શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજના પ્રિન્સીપાલ, ડૉ. કાનાણી સાહેબ, અભ્યાસક્રમના કો-ઓર્ડિનેટર ડૉ. ભૂપેન્દ્ર જે. ચાવડા, કોલેજના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

-           શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજમાં ચેર-સેન્ટરના પ્રમાણપત્રીય અભ્યાસક્રમનો પ્રારંભ કરાવતા- ચેરમેન, પ્રો. (ડૉ.) રાજા. એન. કાથડ.
-           ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો વિષયક પ્રમાણપત્રીય અભ્યાસક્રમાં ૬૦ જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરશે.
-           મહિલાઓના મુક્તિ દાતા ડૉ. બી.આર. આંબેડકરનું અનેરુ ૠણ છે. પ્રિન્સીપાલ, ડૉ. કાનાણી સાહેબ શ્રી જે. એચ. ભાલોડિયા મહિલા કોલેજ, રાજકોટ.
-           બાબાસાહેબ ડૉ. બી. આંબેડકર ચેર-સેન્ટરની વિવિધ દશ પ્રવૃત્તિઓનો પરિચય આપતા ચેર-સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી.

Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

14-09-2023