સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 55 માં સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 55 માં સ્થાપના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવતા કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી, ઉપ કુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાણી તથા સૌ સિન્ડીકેટ સભ્યશ્રીઓ.

શિક્ષકનો જીવ અને શિક્ષણ ના પ્રકાર પંડિત એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આપક અને પ્રથમ કુલગુરુ આદરણીય પૂજ્ય ડોલરરાય માંકડ (ડોલર કાકા) ની દીર્ઘદ્રષ્ટિ અને સૌરાષ્ટ્રના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય બહાર, દૂર સુધી ન જવું પડે તેવા વિચારને મૂર્તિ મંત્ર કરી પૂજ્ય ડોલર કાકાએ વર્ષ ૧૯૬૭ની 23મી મે ના રોજ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટ ખાતે "સૌરાષ્ટ્ર યુનિવર્સિટી" ની સ્થાપના કરી અને સૌરાષ્ટ્રને શિક્ષણનું હૃદય અર્પણ કર્યું.

ધરમપુરના ઉતારાથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ યાત્રા આજે 55 માં વર્ષે સર્વે કુલગુરુઓ, સત્તા મંડળના સભ્યો, પ્રધ્યાપકો, આચાર્યો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સહિયારા અવિરત પ્રયાસ થી "વટવૃક્ષ" બની ઉભી છે. આજે ડોલર કાકા નું સ્વપ્ન પૂર્ણ થયેલું જણાય છે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, ઉચ્ચ કક્ષાના હોદ્દેદારો, જજો, વકીલો, ડોક્ટરો અનેક વિધ મહાનુભાવો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ છે જે ગૌરવની વાત છે. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તેમજ કુલપતિશ્રી ડો. વિજયભાઈ દેસાણી ને 55 સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

આ યુનિવર્સિટી દ્વારા ઉચ્ચ શિક્ષણની આ દિવ્ય જ્યોત પ્રગટતી રહે છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશ્વ કક્ષાએ અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ.


Published by: Office of the Vice Chancellor

23-05-2021