વેઇટ લીફટીંગ અને પાવર લિફ્ટિંગ ભાઈઓ ની સ્પર્ધા આજે મ્યુનિસિપલ આર્ટસ અને કોમર્સ કોલેજ ઉપલેટા માં શરૂ થઈ જેમાં ૧૦ કોલેજના કુલ ૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
ઉદઘાટન કાર્યક્રમમાં નગરપાલિકા ઉપલેટા ના પ્રમુખશ્રી મયુરભાઈ સુવા તથા ઉપપ્રમુખ શ્રી મંજુલાબેન ઉપસ્થિત રહ્યા.વિશેષ ઉપસ્થિતિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અને નિવૃત્ત શારીરિક શિક્ષણ નિયામક એસ. કે. પટેલ અને તજજ્ઞ તરીકે તથા વેઇટ લીફટીંગ તથા પાવર લીફ્ટિંગ એસોસિયેશનના સેક્રેટરી પિનાકીનભાઈ ઉપસ્થિત રહ્યા. મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટા ના આચાર્યશ્રી નંદાણીયા સાહેબ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું. શારીરિક શિક્ષણ નિયામક ડૉ. જતીન સોનીએ સ્પર્ધા અંગે સમજ અને તેના નિયમો થી વાકેફ કરી સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો તે અંગે માહિતી આપી.