દ્વિતીય : પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ, તા.૨૨/૦૮/૨૦૨૩
પ્રમાણપત્રીય અભ્યાસક્રમ વિદ્યાર્થી સ્વાગત સમારોહ - ૨૦૨૩-૨૪
સમારોહ તારીખ અને સ્થળ
તારીખ : ૨૨/૦૮/૨૦૨૩ (મંગળવાર)
સમય : ૧૧ : ૦૦ કલાકે
સ્થળ : બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, બિલ્ડીંગ નં.૯, બીજો માળ, અર્થશાસ્ત્ર ભવન, સેમિનાર ખંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ-૦૫
ભારતરત્ન બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીની ૧૨૫મી જન્મજયંતી વર્ષને અનુલક્ષીને ગુજરાત રાજ્ય સરકારશ્રીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ડૉ. આંબેડકર ફાઉન્ડેશન-નવી દિલ્હીની માર્ગદર્શિકા અનુસાર સ્ટાફ સાથેનું વર્ષ : ૨૦૧૬માં સેન્ટર મંજૂર કરી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા બાબાસાહેબની નિર્વાણતિથિ નિમિત્તે ૬, ડિસેમ્બર-૨૦૧૬ના રોજ ચેર-સેન્ટરની સ્થાપના કરવામાં આવી. આ સેન્ટર દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનદર્શન અને કાર્યોને લગતા સંશોધન, અધ્યયન અને અધ્યાપન કરવામાં આવી રહ્યું છે. ચેર-સેન્ટર ખાતે બે પ્રમાણપત્રીય અભ્યાસક્રમો ગત વર્ષે શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આ બંને અભ્યાસક્રમો (૧) ડૉ. આંબેડકરનું જીવન અને દર્શન (૨) ભારતીય બંધારણમાં માનવ અધિકારો અને ફરજો. ચેર-સેન્ટર ખાતે અને રાજકોટની નીચેની ત્રણ કોલેજોમાં પ્રારંભ કરવામાં આવશે. જેથી કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પ્રમાણપત્રીય અભ્યાસક્રમોનો લાભ મળી શકે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના સ્વાગત સમારોહમાં આપશ્રીને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.
અધ્યક્ષશ્રી, પ્રો. ગિરીશભાઈ ભીમાણી સાહેબ, માનનીય કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
અતિથિ વિશેષ ડૉ. ધરમભાઈ કાંબલીયા માન. સિન્ડીકેટ સદસ્યશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
અતિથિ વિશેષ ડૉ. રાજેશ આર. કાલરીયા પ્રિન્સીપાલ, કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ
કુલસચિવશ્રી, ડૉ. હરીશભાઈ રૂપારેલીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
પ્રમાણપત્રીય અભ્યાસક્રમના સેન્ટરો
૧. બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌ. યુનિ. રાજકોટ.
૨. શ્રીમતિ કે. એસ. એન. કણસાગરા મહિલા કૉલેજ, રાજકોટ.
૩. શ્રી માતૃમંદિર કૉલેજ, રાજકોટ.
૪. હરિવંદના કૉલેજ, રાજકોટ.
સલાહકાર સમિતિના સદસ્યશ્રીઓ
૧. પ્રો. (ડૉ.) બી.કે. કલાસવા
૨. પ્રો.હિતેષભાઈ જે. શુકલ
૩. પ્રો. દીપક પી. પટેલ
૪. પ્રો. મનીષભાઈ કે. શાહ
૫. ડૉ. શ્રદ્ધાબહેન બાસેટ
નિમંત્રક :
૧. ડૉ. હરીશભાઈ રૂપારેલીયા કુલસચિવશ્રી,
૨. પ્રો. (ડૉ.) રાજા એન. કાથડ ચેરમેન, BAC & પ્રોફેસર, સંસ્કૃત ભવન
સંપર્ક સૂત્ર:
ડૉ. રવિ બી. ધાનાણી, સંશોધન અધિકારી, BAC- મો. ૭૦૧૬૯ ૫૩૩૫૧