પ્રથમ શાળા પ્રવેશ ઉદ્ઘાટન સમારોહ- ૭, નવેમ્બર ૧૯૦૦ તા.૦૭/૧૧/૨૦૨૩
ડૉ. બી.આર. આંબેડકર વિદ્યાર્થી દિવસ મહોત્સવ, પ્રથમ શાળા પ્રવેશ ઉદ્ઘાટન સમારોહ, ૭, નવેમ્બર ૧૯૦૦, સ્થળ : સરોજીની નાયડુહાઈસ્કૂલ, ૨-અંબાજી કડવા પ્લોટ, કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ. તા.૦૭/૧૧/૨૦૨૩, મંગળવાર ડૉ. બી.આર. આંબેડકર પ્રથમ શાળા પ્ર વેશ દિવસ મહોત્સવ ઉજજવણી નિમિત્તે મિઠાઈ વિતરણ અને કલમ (બોલપેન) શાળાની ૪૦૦ વિદ્યાર્થિનીઓને અર્પણ.
પ્રથમ શાળા પ્રવેશ ઉદ્ઘાટન સમારોહ- ૭, નવેમ્બર ૧૯૦૦ તા.૦૭/૧૧/૨૦૨૩
સ્થળ : સરોજીની નાયડુહાઈસ્કૂલ, ૨-અંબાજી કડવા પ્લોટ, કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ.
તારીખ : ૦૭/૧૧/૨૦૨૩, મંગળવાર
ઉપસ્થિત મહેમાન :-
(૧) ચેરમેન- પ્રો. રાજા કાથડ, ચેરમેન
(૨) અતિથિ વિશેષ- માનનીયા આનંદબા ખાચર (નાયબ નિયામકશ્રી, અનુ.જાતિ. કલ્યાણ કચેરી, રાજકોટ)
(૩) વિશેષોપસ્થિતિ- ડૉ.હાર્દિક ગોહિલ (કોર્પોરેટરશ્રી, RMC રાજકોટ)
(૪) પ્રિન્સીપાલ- ડૉ. સોનલબેન ફડદુ તથા સમગ્ર સ્ટાફ અને ૨૫૦ થી વધારે વિદ્યાર્થિનીઓ.
આજ રોજ બાબાસાહેબ ડો. બી. આર. આંબેડકર ચેર સેન્ટર દ્વારા "Symbol of Knowledge|" ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના પ્રથમ શાળા દિવસ પ્રવેશ મહોત્સવની ઉજવણી શ્રીમતી સરોજિની નાયડુ કન્યા હાઈસ્કૂલમાં કરવામાં આવી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ, રાજકોટના નાયબ નિયામક આંનદબા ખાચર, રાજકોટ મહાનગર પાલિકાના કોર્પોરેટર ડો. હાર્દિકભાઈ ગોહેલ, શાળાના આચાર્ય ડો. સોનલબેન ફળદુ, ચેર સેન્ટરના ચેરમેન પ્રો.(ડો.) રાજાભાઈ કાથડ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમમાં કુલ ૪૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે સર્વે મહેમાનો, સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ દ્વારા બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલી કરવામાં આવી અને દરેકને ચેર સેન્ટર દ્વારા મીઠાઈ અને કલમ (બોલપેન) આપવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં ચેર સેન્ટરના ચેરમેન પ્રો.(ડો.) રાજભાઈ કાથડ, સંશોધન અધિકારી ડો. રવિ ધાનાણી, અધ્યાપક ડો. રામભાઈ સોલંકી, ડો. કાંતિલાલ કાથડ, ડો.મુકેશભાઈ ચૌહાણ, સેવક મિલનભાઈ વઘેરા તેમજ શાળાના આચાર્ય ડો. સોનલબેન ફળદુ અને સર્વે સ્ટાફે જહેમત ઉઠાવેલ