વર્ષ : ૨૦૨૧-૨૦૨૨
૧૩૨ વ્યાખ્યાન : ડૉ.આંબેડકર મેમોરિયલ ઈ-વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત ‘ભીમજીવન ગાથા રસામૃત'
ડૉ.ભીમરાવ રામજી આંબેડકરજીની ૧૩૦ની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર એપ્રિલ માસ દરમ્યાન ઓનલાઈન ‘ભીમજીવન ગાથા રસામૃત' નું ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ૧-એપ્રિલથી ડૉ. આંબેડકરજીના જીવનચરિત્રનું પ્રતિદિન ૩૦ મિનિટ ઓનલાઈન રસામૃત....
ગુજરાત સરકારશ્રી દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ.બી.આર. આંબેડકર ચેર-સેન્ટર વર્ષ : ૨૦૧૭થી કાર્યરત છે. ચેર-સેન્ટર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેવા કે. રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધ લેખન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ડૉ.આંબેડકરજી પર સંશોધન કરતા LLM/M.Phil/Ph.D. સંશોધકોને સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ, વિદ્વાન અધ્યાપકો અને સંશોધકોને સંશોધન એવોર્ડ અને પ્રોજેકટ, વિદ્વાન લેખકોને પુસ્તક પ્રકાશન સહાય, રાષ્ટ્રિય કક્ષાના સેમિનારો, ડૉ. આંબેડકર મેમોરીયલ વ્યાખ્યાન શ્રેણી અને વર્ષ દરમ્યાન વિશેષ દિન ઉજવણી, વિશાળ લાઈબ્રેરી વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
ડૉ. બી.આર.આંબેડકજીની જન્મજયંતિ (૧૪–૦૪–૧૮૯૧) નિમિત્તે આગામી ૧૪મી એપ્રિલના ૧૩૦મી જન્મજયંતિ હોય આથી સમગ્ર એપ્રિલ માસ દરમ્યાન ડૉ. બી.આર. આંબેડકરજીના ડૉ. ધનંજય કીર લિખિત જીવન ચરિત્રનું પ્રતિદિન સોમ થી શુક્ર જાહેર રજાના દિવસો સિવાય સમય ૦૪ : ૦૦ થી ૦૪ :૩૦ દરમ્યાન ઓનલાઈન જીવન ગાથાનું રસપૂર્ણ શૈલીમાં ચેર-સેન્ટરના પ્રાધ્યાપકશ્રીઓ ડૉ. આર.બી.સોલંકી અને ડૉ. દિનુભાઈ ચુડાસમા દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી.
ડૉ. બી.આર.આંબેડકરના જીવન ચરિત્રને સમગ્ર જનમાનસ સુધી પહોંચાડવા માટે ઓનલાઈન માધ્યમથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમગ્ર એપ્રિલ માસ દરમ્યાન ‘ભીમજીવન ગાથા રસામૃત'ના એપિસોડ જીવંત પ્રસારણ સાંભળવા માટે ઝૂમ એપ અને ચેર-સેન્ટરની ફેસબુક અને યુટ્યૂબના માધ્યમથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ એપિસોડ કાયમી માટે સંગ્રહ થાય તે માટે ચેર-સેન્ટરની વેબસાઈડ, ફેસબુક અને યુટ્યૂબ ચેનલ પર મૂકવામાં આવશે. ડૉ.બી.આર. આંબેડકરજીના જીવન, કાર્ય અને દર્શનને માણવા ઈચ્છતા સર્વે સુજ્ઞજનોને આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડાવવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું.
https://www.youtube.com/watch?v=qDi0Dxs7Z0k&t=1086s