ચતુર્થ : સ્પેશીયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૧-૨૨, તા. ૨૨/૦૨/૨૦૨૨
ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા સ્થાપિત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર-સેન્ટર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PG/LLM/Ph.Dમાં સંશોધન માટે નોંધાયેલા સંશોધકો દ્વારા ભારતીય સંવિધાનના નિર્માતા, રાષ્ટ્રપુરુષ બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરજીનાં જીવન, કાર્યો અને તત્ત્વજ્ઞાન ઉપર સંશોધન કરનારને ચેર-સેન્ટર દ્વારા સ્પેશિયલ ફેલોશીપ એવોર્ડ-૨૦૨૧-૨૨ નીચે પ્રમાણે આપવાનું ઠરાવવામાં આવે છે. સલાહકાર સમિતિમાં ૩:૨:૧-૩:૨:૨ થી તા.૧૭/૦૮/૨૦૨૧ના ઠરાવ અનુસાર અને BAC/સ્પે.ફેલોશીપ એવોડ/૨૦૨૧-૨૨,તા. ૧૮/૦૮/૨૦૨૧ની માર્ગદર્શિકા અને જાહેરાતના આધારે આવેલ અરજીઓને આધારે તા. ૨૨/૦૨/૨૦૨૨ની રૂબરૂ મુલાકાત દ્વારા થયેલ નીચે પ્રમાણેના ઠરાવને આધારે સંશોધન એવોર્ડ આપવામાં આવેલ. Ph.D. અને PG માટે એક પણ અરજીઓ આવેલ ન હોય અને LLM માટે સ્પેશ્યલ ફેલોશીપ એવોર્ડ માટે ૦૧ની જગ્યાએ ૦૨ અરજીઓ આવેલ હોય તો અન્ય કોઈ સ્પર્ધા થતી ન હોય તા.૨૨/૦૨/૨૦૨૨ના બન્ને ઉમેદ્વારોનાં ચેર-સેન્ટર પર રૂબરૂ ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા. સંદર્ભ દર્શિત પત્રોથી મંજૂરી મુજબ નીચે પ્રમાણે મંજુર કરીએ અને તેમના બેંક એકાઉન્ટમાં રકમ નીચેની વિગતે રકમ જમાં કરવામાં આવેલ.
૧. સંશોધકનું નામ : ડોડિયા મનસુખભાઈ મુરૂભાઈ
સંશોધનનો વિષય : ભારતમાં સમાનતાના અધિકારો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર : માનવ અધિકારના સંબંધમાં એક વિશ્લેષાત્મક અભ્યાસ..
૨. સંશોધકનું નામ : મહિડા નિરજકુમાર કિરીટભાઈ
સંશોધનનો વિષય : ડૉ. બાબાસાહેબ આંબેડકરે લડેલા વિવિધ કાયદાકીય કેસોનો વિશ્લેષાત્મક અભ્યાસ. (ઈ.સ. ૧૯૨૩ થી ઈ.સ. ૧૯૫૬)