આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભક્તિ ગીત લેખન, રંગો, સ્પર્ધા ૨૦૨૧-૨૨

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે રંગોળી, દેશભક્તિ ગીત લેખન, લોરી  સ્પર્ધામાં (ઓનલાઈન) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગે રંગાશે અને ભાગ લેશે ડો. જી.સી. ભીમાણી માન.કુલપતિશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતવર્ષમાં "Unity in Creativity Contest" શિર્ષક હેઠળ રંગોલી સ્પર્ધા, દેશભક્તિ ગીત લેખન, લોરી(હાલરડા) લેખન એમ ત્રણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દસ વર્ષથી વધારે ઉંમરના સ્પર્ધકો ભાગ લઇ શકશે.
આ સ્પર્ધા જીતનાર સ્પર્ધકને લાખોના ઈનામોથી નવાજવામાં આવશે તેમજ જીતનાર કોલેજને અને આચાર્યશ્રીને માન. વડાપ્રધાનશ્રી ની કચેરીદ્વારા  પ્રોત્સાહન પત્ર પણ  મોકલવામાં આવશે અને વિજેતાનો  ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં માન. વડાપ્રધાનશ્રી દ્રારા કરાશે, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને એન.એસ.એસ વિભાગ દ્વારા આ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ એનએસએસના વિદ્યાર્થીઓ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાશે અને વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઊર્જાવાન અને યુવાન નવનિયુક્ત માન.કુલપતિશ્રી ગીરીશભાઈ ભીમાણી સાહેબ દ્વારા આજરોજ તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને ઓનલાઇન દેશભક્તિના રંગે રંગાવા માટે અને દેશભક્ત દેશના વડાપ્રધાન માન. નરેન્દ્રભાઇ મોદીના જન ભાગીદારીના અનેક પ્રકલ્પો પૈકી આ પ્રકલ્પમાં જોડાવા આહવાહન કર્યું હતુ.
તેમણે જણાવ્યું કે કોલેજો વધુમાં વધુ વિદ્યાર્થીઓ દેશભક્તિની આ સ્પર્ધામાં જોડાઈ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને વેગ મળે, રાષ્ટ્ર પ્રત્યે દેશદાઝ વધે તે હેતુથી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત આ આયોજનને શુભેચ્છાઓ પાઠવેલ હતી.


સમગ્ર ભારતવર્ષમાંથી આ સ્પર્ધામાં જોડાવા માટે લાખોની સંખ્યામાં યુવાન અને યુવતીઓ જોડાશે. સ્પર્ધાનું આયોજન ઓનલાઈન રહેશે તેથી તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં નોંધણી કરવાની રહેશે. 

લિંક :-https://amritmahotsav.nic.in/competitions.htm

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ નિયામકશ્રી ડો. જતિન સોની સાહેબે જણાવ્યું કે એન.એસ.એસ.ના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલીના સ્વયંસેવક વિદ્યાર્થી ભાઇઓ બહેનો અને અન્ય કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ તકે શારીરિક શિક્ષણ નિયામક ડો. જતિન સોની અને એન.એસ.એસ.ના કો-ઓર્ડીનેટર ડો. એન.કે. ડોબરીયા અને વિવિધ જિલ્લાના કો-ઓર્ડીનેટરશ્રી,  શારીરિક શિક્ષણ વિભાગના કર્મચારીગણ દ્વારા આ ઓનલાઇન કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.


Published by: Physical Education Section

10-02-2022