આદરણીયશ્રી કે.કા. શાસ્ત્રીજીના જન્મદિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22 મા રજીસ્ટ્રાર તરીકે વિધિવત ચાર્જ સંભાળતા ડો. એચ.પી. રુપારેલીયા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે નવા કુલસચિવશ્રી ડો. એચ.પી. રુપારેલીયાને અભિનંદન પાઠવ્યા.
પ્રથમ કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડે કંડારેલી કેડી પર ચાલીને કાર્ય કરતા રહો : કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી
ડો. એચ.પી. રુપારેલીયાજી એ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચાર્જ લેતા પહેલાં સરસ્વતી માતાજીનું પૂજન કરી, પ્રથમ કુલગુરુશ્રી ડો ડોલરરાય માંકડની પ્રતિમા તથા સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ડો. એચ.પી. રુપારેલીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત, સંસ્થાનું નામ ઉજજવળ બને, સંસ્થાનો વિકાસ થાય એ દિશામાં કાર્ય કરીશ.
પરીક્ષા નિયામકશ્રી નિલેષભાઈ સોની તથા નાયબ કુલસચિવશ્રી અમીતભાઈ પારેખ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌ કર્મચારીઓએ નવા રજીસ્ટ્રાર ડો. એચ.પી. રુપારેલીયાને અભિનંદન પાઠવ્યા હતા.