તાજેતરમાં ડાકોર ખાતે ગેસ્ટાલ્ટ મનોવિજ્ઞાન મંડળ(GPA), પ્રાચિ સાયકોકલ્ચર રિસર્ચ ફાઉન્ડેસન અને મેહરીઝમ ફાઉન્ડેસનના સંયુક્ત ઉપક્રમે મનોવિજ્ઞાનની કોન્ફરન્સનું આયોજન કરવામા આવ્યું હતું. કોન્ફરન્સમાં 250થી વધુ અધ્યાપકો અને વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ મનોવૈજ્ઞાનિક વિષયો પર સંશોધકોએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના 21 વિધ્યાર્થીઓએ પોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતાં. આ કોન્ફરન્સમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડૉ. ધારા. આર. દોશીએ “રાશિની વ્યક્તિત્વ અને વર્તન અભિમૂખતા(ચાણક્યવાદ) પર અસર” વિશે પોતાનું સંશોધન પેપર રજૂ કરેલ જેમાં તેમને અધ્યાપકોમાં બેસ્ટ પેપરનો એવોર્ડ આપવામાં આવેલ. નવી દીશા અને નવી સમજ સાથેના આ સંશોધન પેપરને દેશ અને રાજ્યના અધ્યાપકો અને મનોવિજ્ઞાનના જાણકારોએ બીરદાવ્યું હતું. સર્ટીફીકેટ અને એવોર્ડ શિલ્ડથી ડૉ. ધારા દોશીનું સન્માન કરવામાં આવેલ. વિધ્યાર્થીઓમાં મનોવિજ્ઞાન ભવનના પીએચ.ડીના વિધ્યાર્થી તૌફીક જાદવને બેસ્ટ પેપર એવોર્ડ પ્રાપ્ત થયેલ. તેમના સંશોધનનો વિષય “ઘરેલું હિંસા અને દહેજ પ્રત્યેનાં મનોવલણોનો અભ્યાસ” હતો. આધુનિક યુગમાં પણ હજુ દહેજ અને ઘરેલું હિંસામાં ફેરફાર થયો નથી તે આપણા સૌ માટે ભયજનક બાબત છે. લગભગ 200 વિધ્યાર્થીઓ ગુજરાતનાં અને દેશના હતાં તેમાંથી મનોવિજ્ઞાન ભવનનો વિધ્યાર્થી બેસ્ટ પેપર એવોર્ડ મેળવે તે ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. મનોવિજ્ઞાન ભવનના અન્ય અધ્યાપક ડૉ. ડિમ્પલ રામાણીએ “રોજીંદી મુસાફરી કરતી યુવતીઓનું પૌરૂષનાં વર્તન પરનું નિરીક્ષણ” વિષય પર પોતાનું સંશોધન પેપર રજૂ કરેલ. તેમના તારણો ચોકાવનારા હતાં અને યુવતીઓ અને સ્ત્રીઓને ઉપયોગી હતાં. પુરૂષમાં એન્ડ્રોપોઝ આવવાથી તેઓ પોતાનું પૌરૂષત્વ બતાવવાં ઘણી વખત સ્ત્રીઓની છેડતી કે અડપલા કરતા હોય છે. 52 થી 56 વર્ષનાં પુરૂષોમાં આ પ્રકારની માનસિકતા વધુ જોવા મળે છે માટે તેનાથી સ્ત્રીઓએ વધુ ચેતવું જોઇએ. ડૉ. ધારા આર. દોશી, ડૉ. ડિમ્પલ રામાણી, ડૉ. હસમુખ ચાવડા અને પીએચ.ડીનાં વિધ્યાર્થી તૌફિક જાદવનાં સંશોધનોને દેશ અને રાજ્યનાં મનોવૈજ્ઞાનિકોએ બીરદાવ્યાં હતાં. સેમ-1માં અભ્યાસ કરતી 21 જેટલી વિધ્યાર્થીની બહેનોએ સંશોધન પેપર રજૂ કર્યા તે પણ ભવન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. કોન્ફરન્સમાં સચાઇ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં હોદ્દેદારો અને અધ્યાપકોને આ કોન્ફરન્સમાં ચારેબાજૂથી અભિનંદનની વર્ષા પ્રાપ્ત થઇ હતી.
હિન્દુ રાશિની વ્યક્તિત્વનાં ઘટકો અને વર્તન અભિમુખતા પર અસર થાય છે: ડૉ. ધારા આર. દોશી
શું રાશિ પ્રમાણે વ્યક્તિના વ્યક્તિત્વ પર અને વર્તન અભિમુખતા(ચાણક્યવાદ) પર કોઇ અસર થાય છે? એ જોવા માટે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં અધ્યાપક ડૉ. ધારા આર. દોશીએ સંશોધન કાર્ય કરેલ છે. અહી વ્યક્તિત્વનાં પાંચ અલગ અલગ ઘટકો અનુભવ માટેનું ખુલ્લાપણું, સભાનતા, બહિર્મુખતા, સહમતીપણું અને મંદમનોવિકૃતિનો સમાવેશથાય છે. જ્યારે વર્તન અભિમૂખતા (ચાણક્યવાદ)માં યુક્તિઓ, મંતવ્યો અને નૈતિકતાનો સમાવેશ થાય છે. મનોવિજ્ઞાનમાં ચાણક્યવાદના લક્ષણો જોઇએ તો માત્ર પોતાના ધ્યેય પર જ કેન્દ્રિત રહેવું, પોતાના રસ રૂચિ માટે વધુ પડતા સંબંધો બાંધવા, જરૂર પડ્યે બોલતા અચકાવવું નહી, સમય સુચકતા પારખી બોલવું અને વર્તન કરવું, સમય સુચકતાનાં આધારે મુલ્યમાં પરિવર્તન કરવું જેવા લક્ષણોનો સમાવેશ થાય છે. પોતાના સંશોધનમાં ડૉ. ધારા આર. દોશી જણાવે છે કે રાશિ પર નક્ષત્રની અસર જોવા મળે છે અને દરેક રાશિ અલગ અલગ તત્વોની બનેલી છે. એસ્ટ્રોલોજીનાં સંદર્ભે જોઇએ તો મેષ, સિંહ અને ધન રાશિનૂ તત્વ અગ્નિ છે. વૃષભ, કન્યા અને મકર રાશિનું તત્વ પૃથ્વી છે. મિથુન તુલા અને કુંભ રાશિનું તત્વ હવા છે જ્યારે કર્ક, વૃશ્ર્ચિક અને મિન રાશિનું તત્વ પાણી છે. આ દરેક તત્વની અસર વ્યક્તિના વ્યક્તિત્વ પર થાય છે. સંશોધનના આધારે જોવા મળ્યું કે અનુભવ માટેનું ખુલ્લાપણું એ સહુથી વધારે મકર રશિના લોકોમાં જોવા મળે છે. જ્યારે સહુથી ઓછું કર્ક રાશિના લોકોમાં જોવા મળે છે. મકર રાશિનાં લોકો એ વ્યવહારૂ લક્ષણ વધારે ધરાવે છે. તેઓ પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન કરી શકે છે. તેઓમાં સારી સહનશક્તિને કારણે તેઓ અન્ય લોકોની સાથે સરી રીતે સમાયોજિત થઇ શકે છે. કન્યા રાશિનાં લોકોમાં સભાનતા સહુથી વધુ જ્યારે મેષા રાશિમાં સભાનતાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કન્યા રાશિનાં લોકો ઉત્સાહિત સાથે જુસ્સેદાર હોય છે. સાથે સાથે તેઓ વર્ચસ્વ પ્રવૃતિવાળા પણ હોય છે. વૃષભરાશિનાં લોકો સહુથી વધુ બહિર્મુખિ જ્યારે કર્કરાશિનાલોકોમાં બહિર્મુખતાનું પ્રમાણ ઓછું જોવામળે છે. અહી થોડો તફાવત જોવા મળે છે. કારણ કે વૃષભરાશિનાં લોકો અંતર્મુખી વધુ જોવા મળે છે. તેઓ પોતાની વાત કોઇને ઝડપથી જણાવતા નથી અને પોતાની આંતરિક દુનિયામાં મસ્ત રહે છે. સહમતીપણું કન્યારાશિમાં વધુ અને મકર રાશિમાં ઓચૂં જોવા મળે છે. અહી પણ અન્ય પરિણામ કરતા વિપરિત પરિણામ જોવા મળે છે. કારણ કે કન્યારાશિમાં સભાનતા વધુ છે. સભાનતા વધુ હોય તેમ સહમતીપણું ઓછુ જોવા મળે છે. કન્યારાશિનાં લોકોમાં મનોવિક્ષુબ્ધતા સહુથી વધુ જ્યારે વૃષભરાશિનાં લોકોમાં સહુથી ઓછુ જોવા મળે છે. કન્યારાશિનાં લોકોમાં વધુ પડતી ચોક્કસતા અને આગ્રહીપણું હોય છે. તેઓને દરેક કામમાં ચોક્કસતાઅને દોષ રહિતતા જોઇએ છે. ચાણક્યવાદમાં યુક્તિઓમાં કર્ક રાશિનાં લોકોમાં સહુથી વધારે યુક્તિઓનું પ્રમાણ જ્યારે ધન રાશિનાં લોકોમાં સહુથી ઓછું યુક્તિઓનું પ્રમાણ જોવા મળે છે. કર્ક રાશિનાં લોકોમાં તર્ક, દલીલ અને વાક્ચાતુર્યનું પ્રમણ વધુ હોય છે. તેઓ તર્ક, દલીલ દ્વારા કોઇપણ પરિસ્થિતિમાંથી નીકળી જઇ શકે છે. બીજુ એ કે તેઓની રાશિનું તત્વ પાણી છે અને પાણી એ દરેક તત્વ પર હાવી થઇ શકે છે જ્યારે ધન રાશિનાં લોકોમાં યુક્તિઓ જોવા મળતી નથી. તેઓ સરળતાથી કોઇ પરિસ્થિતિમાંથી નીકળી શકતા નથી. તેઓ સત્યનાં આગ્રહી હોય છે. ધનરાશિનું તત્વ અગ્નિ છે. મંતવ્યોનું પ્રમાણ વૃશ્ર્ચિક રાશિમાં સહુથી વધુ અને કુંભરાશિમાં સહુથી ઓછુ જોવા મળે છે. વૃશ્ર્ચિક રાશિમાં સ્વવિશ્વાસ, હિંમત, તર્ક અને દલીલ કરવાની ક્ષમતા વધુ હોય છે તેથી તેઓ કોઇપણ નિર્ણય ઝડપથી જણાવિ દેતા નથી. વૃશ્ર્ચિક પાણી તત્વની રાશિ છે. નૈતિકતા વૃશ્ર્ચિક રાશિમાં રાશિમાં વધુ જ્યારે કર્ક રાશિમાં ઓછી જોવા મળે છે. ચાણક્યવાદ સહુથી વધુ કર્ક રાશિમાં અને સહુથી ઓછુંધન રાશિમાં જોવા મળે છે. એસ્ટ્રોલોજીનાં અમુક તારણો જોતા કર્ક રાશિનાં લોકો અણ્ધાર્યુ વર્તન, અભિમાની, રોષ રાખનાર,વધુ પડતિ બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરનાર હોય છે. પોતાની હાર કે ભુલ તેઓ સરળતાથી સ્વિકારતા નથી અને દોષનો ટોપલો પરિસ્થિતિ પર કે અન્ય વ્યક્તિ પર ઢોળે છે. જ્યારે ધન રાશિનાં લોકો વિશ્વાસું, પ્રામાણિક, સત્યને વળગીરહેનાર, તત્વચિંતક હોય છે. માટેતેઓ ખોટી દલીલ, યુક્તિ કરતા ઓછા જોવા મળે છે.