દ્વિતીય : સંશોધનએવોર્ડ-પ્રોજેકટ-૨૦૧૮-૧૯
ચેર-સેન્ટર દ્વારા આપવામાં આવેલ બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર સશ બાબાસાહેબ બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ચેર-સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર પાંચ સંશોધકોને ૫૦-૫૦ હજારના સંશોધન એવોર્ડ-પ્રોજેકટ આપવાનું નક્કી કરવામાં આવ્યું તદ્ અનુસાર એવોર્ડ માટેની જાહેરાત આપવમાં આવી માનનીય કુલપતિશ્રી દ્વારા નિયુક્ત પસંદગી સમિતિ દ્વારા આવેલ અરજીઓમાંથી ઉમેદ્વારોના ઈન્ટરવ્યૂ લઈ નીચેના પાંચ ઉમેદ્વારોને બાબાસાહેબના જીવન, કવન પર સંશોધન કરવા માટે આ સંશોધન એવોર્ડ આપવામાં આવ્યા. આ સંશોધન એવોર્ડ એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરી ચેર-સેન્ટરમાં જમા કરાવશે.
પાંચ ઉમેદ્વારોને સંશોધનએવોર્ડ-પ્રોજેકટ-૨૦૧૭
૧. સંશોધકનું નામ : ડૉ. રાકેશભાઈ ડી. ભેડી : આસિ. પ્રોફેસર, સમાજશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
સંશોધનનો વિષય : આદિવાસી સમુદાયમાં ડૉ.બી.આર. આંબેડકરજીના સામાજિક ચિંતનની આવશ્યકતા : એક અભ્યાસ
૨. સંશોધકનું નામ : ડૉ. જીવરાજ પારઘી, એસો. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, માતૃશ્રી જમનાબા શામજીભાઈ ગોધાણી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જૂનાગઢ
સંશોધનનો વિષય : ડૉ.આંબેડકરના જીવનચરિત્ર વિષયક ગુજરાતી ગ્રંથોમાં પ્રગટતું વ્યક્તિત્વ
૩. સંશોધકનું નામ : ડૉ. રમેશ સાગઠિયા, એસો. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, શ્રી એમ.એમ. થોડાસરા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જૂનાગઢ
સંશોધનનો વિષય : બાબાસાહેબ ડૉ. આંબેડકરનું શિક્ષણદર્શન-એક અભ્યાસ
૪. સંશોધકનું નામ : ડૉ. મહેશકુમાર ડી.મકવાણા, આસિ. પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ઠાકોરશ્રી મૂળવાજી વિનયન કોલેજ, કોટડા સાંગાણી
સંશોધનનો વિષય : સામાજિક સમરસતા અને સમતા પ્રગટાવતા ગુજરાતના લોકસંતોનું જીવન, કાર્ય અને સાહિત્ય
૫. સંશોધકનું નામ : વિંઝુડા મનિષા આર.,શોધછાત્રા, કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
સંશોધનનો વિષય : સામાજિક વિકાસમાં પાછળ રહી ગયેલા વર્ગોમાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટેનું ડૉ.આંબેડકરજીનું પ્રદાન.