પ્રથમ : સંશોધન એવોર્ડ-પ્રોજેકટ-૨૦૧૭-૧૮
બાબાસાહેબ બી.આર. આંબેડકર ચેર-સેન્ટરની સલાહકાર સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮માં ચેર-સેન્ટરની માર્ગદર્શિકા અનુસાર પાંચ સંશોધકોને ૫૦-૫૦ હજારના સંશોધન એવોર્ડ-પ્રોજેકટ આપવાનું નક્કી કરવામાં આવ્યું તદ્ અનુસાર એવોર્ડ માટેની જાહેરાત આપવામાં આવી માનનીય કુલપતિશ્રી દ્વારા નિયુક્ત પસંદગી સમિતિ દ્વારા આવેલ અરજીઓમાંથી ઉમેદ્વારોના ઈન્ટરવ્યૂ લઈ નીચેના પાંચ ઉમેદ્વારોને બાબાસાહેબના જીવન, કવન પર સંશોધન કરવા માટે ચેર-સેન્ટરની ગાઈડ-લાઈન અનુસાર ચેર-સેન્ટરના સેમિનારમાં પાંચ સંશોધન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા. આ સંશોધન એવોર્ડ એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરી ચેર-સેન્ટરમાં જમા આપવામાં આવેલ.
પાંચ ઉમેદ્વારોને સંશોધનએવોર્ડ-પ્રોજેકટ-૨૦૧૭
૧. Dr. Maganlal S. Molia : ભીમરાવ આંબેડકર શતકમાંથી નિષ્પન્ન થતાં મૂલ્યો
૨. Dr. Trupti B. Vyas : ડૉ.ભીમરાવ રામજી આંબેડકરજીનું પત્રકારત્વક્ષેત્રે પ્રદાન
૩. Dr. Karishma G. Sondarva : Ambedkarism: A Call of the Present Time
૪. Dr. Kanhaiyalal P. Damor : ડૉ.બાબાસાહેબ આંબેડકરના ભાષણોમાંથી નિષ્પન્ન થતું શિક્ષણ દર્શન
૫. Dr. Jiteshbhai A. Sankhat : बाबासाहेव और भारतीय स्वाधीनता