ચતુર્થ : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા , તારીખ :૦૩/૧૦/૨૦૨૨

ચતુર્થ : રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા , તારીખ :૦૩/૧૦/૨૦૨૨

1.         BAC/10-20/2022, Date: 07/04/2022 સલાહકાર સમિતિના ઠરાવ

2.         BAC/વકતૃત્વસ્પર્ધા/૨૦૨૨-૨૩, તા.૦૭/૦૪/૨૦૨૨, માર્ગદર્શિકા અનુસાર.

3.         BAC/80-82/2022, Date: 26/09/2022, ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાના નિર્ણાયક પત્રને અનુસંધાને

4.         BAC/112/૨૦૨૨, તા. ૨૧/૧૧/૨૦૨૨, નોંધ પર મળેલ આદેશ મુજબ

  • રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાની તારીખ : ૦૩/૧૦/૨૦૨૨
  • રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધા સ્થળ : BAC,ચેર-સેન્ટર સેમિનાર હોલ, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

          ગુજરાત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારિતા દ્વારા અનુદાનિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંચાલિત બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકર ચેર–સેન્ટર દ્વારા રાજ્યકક્ષાની ત્રિસ્તરીય વકતૃત્વસ્પર્ધા યુનિવર્સીટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અનુસ્નાતક સંસ્કૃત ભવનના કાલીદાસ સેમીનાર ખંડમાં યોજાઈ ગઈ. આ ત્રિસ્તરીય વકતૃત્વસ્પર્ધાના વિષયો આ પ્રમાણે હતા.

  • પ્રાથમિક કક્ષા (ધો. ૬ થી ૮)માં “ મારા આદર્શ ડૉ. ભીમરાવ આંબેડકર ’
  • માધ્યમિક કક્ષા (ધો. ૯ થી ૧૨)માં  ગોળમેજી પરિષદોમાં ડૉ. ભીમરાવ આંબેડકરજીની સક્રિય ભૂમિકા’
  • કોલેજ કક્ષા (સ્નાતક થી પીએચ.ડી.) “ડૉ. આંબેડકરજીનું માનવ દર્શન’’

            વિષય પર વિદ્યાર્થીઓએ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં વકતવ્ય તા.૩/૧૦/૨૦૨૨ને સોમવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૦૪:૩૦ સુધી યોજાઈ ગયેલી આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં ગુજરાતમાંથી અમરેલી, બાબરા, પેટલાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, કોડીનાર, જૂનાગઢ વગેરે દૂર-દૂરનાં સ્થળો પરથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ માધ્યમિક કક્ષામાં ૦૬ દિવ્યાંગ બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી મહારાણી લક્ષ્મીબાઈ કન્યાવિદ્યાલય, રાજકોટની ૦૨ દિવ્યાંગ બહેનોનો નંબર પ્રાપ્ત કર્યો છે.આ સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં છાત્રોએ પોતાના વકતવ્યો રજુ કાર્ય હતા.  આ ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિવૃત્ત પ્રો. (ડૉ.) નાથાલાલ ગોહેલ (કેશોદ), પ્રો. (ડૉ.) બી.કે. કલાસવા (અધ્યક્ષ, હિન્દી ભવન, સૌ.યુનિ. રાજકોટ) અને પ્રો. (ડૉ.) ઈરોસ વાજા (ચેરમેનશ્રી, બોર્ડ ઓફ સ્ટડી અંગ્રેજી વિષય, સૌ.યુનિ. રાજકોટ) જેઓએ સેવા આપી હતી. આ ઉપરાંત આ વકતૃત્વ સ્પર્ધાને સફળ બનાવવામાં ચેર–સેન્ટરના પ્રાધ્ધપકો ડૉ.આર. બી. સોલંકી અને ડૉ. કે.જી. કાથડ તથા વહીવટી સ્ટાફ ડૉ. મુકેશ ચૌહાણ, મિલન વઘેરાએ જેમહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ પ્રારંભે છાત્રોને પ્રોત્સાહીત કરવા પ્રો. એમ.કે. મોલિયા, સલાહકાર સમિતિના સદસ્ય પ્રો. મનીષભાઈ શાહ ઉપસ્થિત રહયા હતા.  ભાગ લેનાર અને વિજેતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવશ્રી, દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા ત્રિસ્તરીય વકતૃત્વ સ્પર્ધાનાં વિજેતા.

(૧)      ધોરણ-૬ થી ૮ : મારા આદર્શ ડૉ. ભીમરાવ આંબેડકર ’

1       Harshitaben Dipakbhai Lakum

2       Margi Jitendrbhai Dobariya

3       Nikita Arvinbhai Chudashma

4       Krishna Parshotambhai Bharda

5       Neha Jentibhai Katariya

(૨)    ધોરણ-૯ થી ૧૨ : ગોળમેજી પરિષદોમાં ડૉ. ભીમરાવ આંબેડકરજીની સક્રિય ભૂમિકા’

1       Chavda Drashti Vinubhai

2       Soniya Bachanbhai Rajput

3       Prtikha Jagdishbhai Bhilval

4       Dodiya Koma`L Sureshbhai

5       Pruthavi Hitshbhai Vaghela

(૩)    કૉલેજ/યુનિવર્સિટી/સંસ્થા : “ડૉ. આંબેડકરજીનું માનવ દર્શન’’

1       Kansagra Flora Suryakantbhai

2       Dholakiya Dhaval Bhalchandra

3       Vishal Hasmukhbhai Rajyguru

4       Dashrath Karshanbhai Mokashna

5       Varsha Vindobhai Aathu


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

03-10-2022