ગુજરાત સરકાર દ્રારા તા.૧.૮.૨૦૨૨ થી તા.૭.૮.૨૦૨૨ સુધી નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું. તે અંતર્ગત તા.૧.૮.૨૦૨૨ નાં રોજ સમાજકાર્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ અને ૧૮૧ એટલેકે મહિલા અભયમ ,રાજકોટ દ્રારા સમાજકાર્ય ભવનમાં એક મહિલા અભયમ -૧૮૧ નાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ભવનના અધ્યક્ષશ્રી ડો.આર.ડી.વાઘાણીસર દ્રારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ મહિલા અભયમની ટીમમાં આવેલ શ્રી તૃપ્તિબેન પટેલ અને શ્રી શીવાનીબેન પરમાર કે જેઓ તેમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવે છે અને શ્રી દિક્ષિતાબેન પટેલ કે જેઓ મહિલા હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. આ ટીમ દ્રારા એમ.એસ.ડબલ્યુ.સેમ. ૧ અને ૩ નાં વિદ્યાર્થીઓને આ ૧૮૧ વિષે સમજાવવામાં આવ્યું કે આ કેવી રીતે કાર્ય કરે છે અને એપ પણ ડાઉનલોડ કરાવવામાં આવી છે.આ માહિતી ભવનના વિદ્યાર્થીઓને જયારે રૂરલ ફિલ્ડ વર્ક માં જશે ત્યારે ખુબજ કામ લાગશે. છેલ્લે એમ.એસ.ડબ્લ્યુ.સેમ.૩ નાં વિદ્યાર્થીની કુ.મનીષાબેન ફફલ દ્રારા આભાર માનવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભવનનો સ્ટાફ ટીચિંગ અને નોનટીચિંગ તેમજ જેમના વિના આ કાર્યક્રમ થય શકે નહી તેવા વ્હાલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.