૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ - ૭૭મા સ્વતંત્રતા પર્વની ઉજવણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૫ મી ઓગસ્ટ, ૨૦૨૩ - ૭૭મા સ્વતંત્રતા પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

સ્વતંત્રતા પર્વ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબના વરદ્ હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે ૭૭ મા સ્વતંત્રતા પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી તથા કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલીઆએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, સરસ્વતી દેવીનું મંદિર તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુશ્રી ડૉ ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબે ૭૭ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે યુવાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અખંડ હતો અને પુનઃ અખંડ બનશે. ભારત એ યુવાઓનો દેશ છે. ભારતની માટીમાં, કણ-કણમાં અને યુવાઓનાં હ્રદયમાં રાષ્ટ્રભકિત રહેલી છે.

ભારતના આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘદ્રષ્ટિ અને ભારતમાતાની સેવાના ભગીરથ કાર્યોથી યુવાનોના સ્વપ્નના ભારતનું નિર્માણ થયું છે.

કુલપતિશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વગુરુ બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ભારત દેશે આત્મનિર્ભર બનીને ચંદ્રયાન-૩ ની સફળતાના શિખરો સર કર્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સમગ્ર દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે એનો સંપૂર્ણ યશ હું મારી યુનિવર્સિટીના વ્હાલા વિદ્યાર્થીઓ, સંશોધકો, એલ્યુમનાઈ અને મારા હાથપગ એવાં સૌ કર્મચારીઓને આપું છું.

"મેરી માટી, મેરા દેશ" અભિયાન અંતર્ગત સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ૬૦૦ જેટલાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ "પંચપ્રાણ પ્રતિજ્ઞા" લીધી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી, કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલીઆ, ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા તથા વિદ્યાર્થીઓ દ્વારા માનવ અધિકાર ભવનના મેદાનમાં "વસુધાવંદન" (વૃક્ષારોપણ) કરવામાં આવેલ હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રના શહીદો અને વીરોના દેશભકિતના ગીતો પર પિરામિડ ડાન્સ રજૂ કર્યો હતો.

૭૭મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીએ દેશભકિત ગીતનું ગાન કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણીએ સ્વતંત્રતા પર્વ નિમિત્તે પિરામિડ ડાન્સમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને રુ. ૧૫૦૧/- ના રોકડ પુરસ્કાર તથા દેશભકિત ગીતનું ગાન કરનાર વિદ્યાર્થીને રુ. ૨૦૧/- ના રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી.

સ્વતંત્રતા પર્વ પ્રસંગે માનવ અધિકાર ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા, ડૉ. રાજેશભાઈ દવે તથા વિદ્યાર્થીઓએ માન. કુલપતિશ્રી તથા કુલસચિવશ્રીને ખાદીનો રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો હતો.

આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસરમાં "ભારત માતા કી જય", "વંદે માતરમ્" અને "શહીદો અમર રહો", "આઝાદી અમર રહો" ના નારાઓથી ગુંજી ઉઠ્યા હતાં.

પિરામિડ ડાન્સ કરનાર વિદ્યાર્થીઓએ ગગનમાં ત્રિરંગી ફુગ્ગાઓ ગગનમાં વહેતા મુકતા જ સમગ્ર પરિસર હર્ષોલ્લાસની ચિચિયારીઓથી ગુંજી ઉઠયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે ૭૭ મા સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલીઆ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, અધિકારીશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા NCC કેડેટસ-NSS સ્વયંસેવક મળીને કુલ ૬૦૦ થી વધુની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

૭૭ મા સ્વતંત્રતા પર્વના ઉજવણી કાર્યક્રમનું સંચાલન મનોવિજ્ઞાન ભવનના પ્રાધ્યાપકશ્રી ડૉ. ધારાબેન દોશી એ કરેલું હતું.


Published by: Office of the Vice Chancellor

15-08-2023