સાતમી: રાજ્યકક્ષાની ત્રિસ્તરીય નિબંધલેખન સ્પર્ધા
રાજ્યકક્ષા નિબંધ સ્પર્ધાની તારીખ : ૦૬/૧૨/૨૦૨૩
નિબંધ સ્પર્ધાનું સ્થળ : કન્વેશન બિલ્ડીંગ, સંસ્કૃત ભવનની બાજુમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ, રાજકોટ.
નિબંધ સ્પર્ધાનો સમય : ૧૦ : ૦૦ થી ૧૧: ૩૦
નિબંધની કક્ષા, વિષયો
(૧) ઉચ્પ્રાથમિક : ડૉ. આંબેડકરજીના જીવનમાંથી મળતી પ્રેરણાઓ
(૨) માધ્યમિક-ઉચ્ચ.માધ્યમિક : શિક્ષણના પથદર્શક : ડૉ. આંબેડકર
(3) મહાશાળા : રાષ્ટ્રનાયક : ડૉ. આંબેડકર
બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષા નિબંધસ્પર્ધામાં વિજેતા.
(૧) પ્રાથમિક : ડૉ. આંબેડકરજીના જીવનમાંથી મળતી પ્રેરણાઓ
1 પરમાર ક્રિષ્ના સંજયભાઈ
2 ડોબરિયા માર્ગી જીતેનભાઈ
3 સોંદરવા પાર્થ કિરીટભાઈ
4 પરમાર રોશની સંજયભાઈ
5 સોલંકી કૃપાલી રાકેશભાઈ
(૨) માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક : શિક્ષણના પથદર્શક : ડૉ. આંબેડકર
1 પરમાર નેહલ મૂકેશભાઈ
2 જોશી ખશી અલ્પેશભાઈ
3 સોંદરવા ખુશી અશોકભાઈ
4 ધુળા હેમાંગ રાજકુમાર
5 મકવાણા શિવાની નાનજીભાઈ
(૩) કૉલેજ કક્ષા : રાષ્ટ્રનાયક : ડૉ. આંબેડકર
1 ધોળકિયા ધવલ ભાલચંદ્ર
2 કણસાગરા ફલોરા સૂર્યકાંત
3 ગોહિલ જાગૃતિ અશોકભાઈ
4 લીંબાસિયા અલ્કા સુરેશભાઈ
5 સાંખટ ગંગાબેન મોહનભાઈ
ડો. બી. આર. આંબેડકરજીની છબીનું અનાવરણ
ડો. આંબેડકરજી સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે શૈક્ષણિક ક્ષેત્ર મેળવેલી તેમની સિદ્ધિઓ અને વિશ્વના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકેની તેમની ખ્યાતિને અનુલક્ષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ડો. આંબેડકરજીના જીવનમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવેના વરદહસ્તે ડો. આંબેડકરજીની છબીનું અનાવરણ કરવામાં આવ્યું છે.
આ છબીના અનાવરણ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. નીલાંબરીબેન દવે, કુલસચિવશ્રી ડો. રમેશભાઈ પરમાર , સેન્ટ્રલ યુનિવર્સિટીના પરીક્ષા નિયામકશ્રી નિલેશભાઈ સોની, આ ઉપરાંત વિવિધ ભવનના અધ્યક્ષશ્રીઓ , ચેર સેન્ટરની સલાહકાર સમિતિના સદસ્યશ્રીઓ સર્વશ્રી પ્રોફેસર બી.કે. કલાસવા ,પ્રોફેસર મનીષભાઈ શાહ ,પ્રોફેસર શ્રદ્ધાબેન બારોટ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બહોળી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ડો. આંબેડકર જીને પુષ્પાંજલિ કરી હતી.