પ્રથમ :  કૉલેજ કક્ષાની વકતૃત્વ સ્પર્ધા, તારીખ : ૦૪-૧૦-૨૦૧૮

 પ્રથમ :  વકતૃત્વ સ્પર્ધા-૨૦૧૮-૨૦૧૯

ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત વકતૃત્વ સ્પર્ધા-૨૦૧૯

ચેર-સેન્ટર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના નિમિત્તે એક વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને કોલેજોમાં જાણ કરવામાં આવી છે, તેમજ ચેરની વેબ-સાઈડ પર ઓન-લાઈન માહિતી આપવામાં આવી હતી. જેના અનુસંધાને ૭૫ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આ વકતૃત્વ સ્પર્ધા માટે અરજીઓ કરવામાં આવી હતી. જેની વિગત આ મુજબ છે.

વિષય:  વસ્તૃત્વ સ્પર્ધાની વિગતો ડૉ. આંબેડકરજીના ચિંતનની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા.

સમય : ૧૧:૩૦ થી

તારીખ : ૦૪-૧૦-૨૦૧૮ 

સ્થળ :  BAC,ચેર–સેન્ટર સેમિનાર હોલ, બીજો માળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.

ભીમપ્રજ્ઞા પુરસ્કાર : ૧ થી ૫ નંબર પ્રાપ્ત સ્પર્ધકને અનુક્રમે રૂા.૫,૦૦૦/-રૂા.૪,૦૦૦/-, રૂા.૩,૦૦૦/-,રૂા.૨,૦૦૦/– અને રૂા. ૧,૦૦૦/- રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ.

બાબાસાહેબ ડૉ.બી.આર.આંબેડકર ચેર-સેન્ટર દ્વારા આયોજિત વકૃત્વ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓનું પરીણામ 
૧.     ગોહિલ મીનળબા જગદીશસિંહ,  માનવાધિકાર ભવન
૨.     પરમાર વિદિતા સુભાષભાઈ, અર્થશાસ્ત્ર ભવન
૩.     સોલંકી શ્રદ્ધા ગિરીશભાઈ, સમાજશાસ્ત્ર ભવન
૪.      જાડેજા બળવંતસિંહ એન., ભવન પત્રકારત્વ
૫.     વાઘ સંજય કેશવભાઈ, વાણિજય ભવન

આ વકતૃત્વ સ્પર્ધામાંના સંયોજક અને આયોજક તરીકે ચેર-સેન્ટરના ચેરમેન પ્રો. (ડૉ.) આર.એન.કાથડ અને ચેર-સેન્ટર કરાર આધારિત બે સંશોધન અધિકારી (૧) ડૉ. આર.બી.સોલંકી અને (૨) ડૉ.જે.એ.સાંખટ દ્વારા આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં ઉપસ્થિત ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિતિ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ વકતૃત્વસ્પર્ધાનાં મુખ્ય નિર્ણાયક તરીકે (૧) ડૉ. ઈરોસ વાજા સાહેબ,એસોસિએટ પ્રોફેસર,અંગ્રેજી વિભાગ, માતૃશ્રી વીરબાઈમાઁ મહિલા કોલેજ, રાજકોટ, (૨) પ્રો. ડૉ. એન. યુ. ગોહેલ સાહેબ, જગદીશ પાર્ક, એરોડ્રામ રોડ, કેશોદ, જિ.જૂનાગઢ અને (૩) પ્રો. બી.કે.કલાસવા, અધ્યક્ષ, હિન્દી ભવન,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ. મુખ્ય નિર્ણાયકો રહ્યા હતા.


Published by: Babasaheb Dr. B. R. Ambedkar Chair

04-10-2018