નવરાત્રી મહોત્સવ તારીખ ૦૮/૧૦/૨૦૨૪ના રોજ હોમસાયન્સ ભવન દ્વારા “એક દિવસીય નવરાત્રી મહોત્સવ” ના નામ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ .આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક ભાગલે તેમાટે એક કોમ્પિટિશન રાખેલ હતી જેમાં વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
આ કાર્યક્રમમાં ગેસ્ટ અને જજ’ તરીકે એજ્યુકેશન ભવનના પ્રાધ્યાપક ડૉ. શ્રધ્ધાબેન બારોટ, બાયોકેમેસ્ટ્રી ભવનના અધ્યક્ષ ડૉ.રંજનબેન ખુંટ, હીનાબેન પડિયા ડાયટીશિયન અને બીનલબેન હાજર રહી વિદ્યાર્થીનીઓ ઉત્સાહ વધાર્યો હતો.
“એક દિવસીય નવરાત્રી મહોત્સવ” પ્રથમ નંબર સરર્વેયા કૃપાલી, દ્રિતીય નંબર નસીત હેતલ ,ત્રીતીય નંબર જાનવી લાડુમોર આવ્યા હતા વેલડ્રેસ કોમ્પિટિશનમાં પ્રથમ આવેલ એકતા પીપળીયા, આ ઉપરાંત નેન્સીને પ્રોત્સાહિત ઇનામ આપેલ હતું.
કાર્યક્રમને શરૂઆતની આરતીથી ભવનના અધ્યક્ષ ડૉ. એચ.ડી. જોષી તથા ભવનનાં તથા પ્રોફેસર ડૉ. આર. સી. જાડેજા તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ,આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.જીજ્ઞાબેન દવે, ડૉ હિમજાબેન ઉપાધ્યાય, ડૉ. આરતી શાહ, ડૉ. આરતી કુંડલીયા. ડૉ. પ્રિયંકાબેન અગ્રાવત, ડૉ.દર્શનાબેન ચંદ્રાણી, દેવીકાબેન મકવાણા તથા દર્શનાબેન દવે એ જહેમત ઉઠાવેલ હતી આ ઉપરાંત હોમસાયન્સ ભવનની વિદ્યાર્થીઓ તથા સ્ટાફે ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો.