આત્ત્મનીર્ભર ભારત અંતર્ગત તારીખ ૦૬/૦૮/૨૦૨૪ના રોજ હોમસાયન્સ ભવન દ્વારા "રાખડી પ્રદર્શન તથા ફૂડ સ્ટોલ" ના નામ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ .આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીનીઓ દ્વારા જાતે બનાવેલી રાખડીઓ, ગિફ્ટ આર્ટિકલ, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ટ્રેડિશ્નલ ચણિયાચોળી વગેરે પ્રદર્શન કમ સેલમાં મુકેલ, સાથો સાથ આ અંતર્ગત ભવનની વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફૂડ સ્ટોલ રાખવામાં.જેમાં પાણીપુરી, સુકી ભેળ, મકાઈ ચાટ, ફરાળી ભેળ, મોજીતો, ડ્રેગન શોટ અને પાન એમ વિવિધ વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવેલ.
પ્રદર્શનનું ઉદ્ઘાટન ભવનના અધ્યક્ષ શ્રી ડૉ. એચ.ડી. જોષી તથા ભવનનાં ફેકલ્ટી ડૉ. આર. સી. જાડેજા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વિવિધ ભવનના અધ્યક્ષ શ્રી ઓ ( ડૉ.મહેશ જીવાણી, ડૉ . એચ એચ જોષી, ડૉ રંજનબેન ખુંટ)વગેરે એ હાજરી આપી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત કરેલા આ ઉપરાંત વિવિધ ભવનનાં વિદ્યાર્થીઓ સ્ટાફ સભ્યોએ ઉત્સાહ પૂર્વક મુલાકાત લીધેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય તથા પરીક્ષા વિભાગના કર્મચારી ભાઈઓ- બહેનોએ પણ પ્રદર્શન ની મુલાકત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને હકારાત્મક અભિપ્રાય પણ આપેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.જીજ્ઞાબેન દવે, ડૉ હિમજાબેન ઉપાધ્યાય, ડૉ. આરતી શાહ, ડૉ. આરતી કુંડલીયા. ડૉ. પ્રિયંકાબેન અગ્રાવત, ડૉ.દર્શનાબેન ચંદ્રાણી, દેવીકાબેન મકવાણા તથા દર્શનાબેન દવે એ જહેમત ઉઠાવેલ હતી આ ઉપરાંત હોમસાયન્સ ભવનની વિદ્યાર્થીઓ તથા સ્ટાફેએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો આ પ્રદર્શન કમ સેલ ના આયોજનના પરિણામ સ્વરૂપે ભાગ લેનાર તમામ સ્ટોલ હોલ્ડરને આર્થિક લાભ પણ મળેલ છે.