“અર્થશાસ્ત્ર ભવનમાં સફાઈ સપ્તાહ ઉજવાણી”

અર્થશાસ્ત્ર ભવનમાં તા.૦૫/૦૧/૨૦૨૩ થી તા.૧૨/૦૧/૨૦૨૩ દરમિયાન સફાઈ સપ્તાહ અન્વયે અર્થશાસ્ત્ર ભવનમાં સફાઈની કામગીરી કરવામાં આવેલ. આ સફાઈ અંગેની કામગીરીમાં અર્થશાસ્ત્ર ભવનના પરિસર સ્વચ્છતા સમિતિના કો-ઓર્ડીનેટર ડો.એસ.એ.પંડ્યા તેમજ આ સમિતિના ભવનના અન્ય બે (૨) સભ્યો અનુક્રમે ડો.એસ.જી.પરડવા અને ડો.એ.બી.પટેલના વળપણ હેઠળ સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં સ્વચ્છતા કમિટીના સભ્યો, ભવન અધ્યક્ષ સહીત તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ અને ભવનના સર્વે વિદ્યાર્થી ભાઈ- બહેનો એ ઉત્સાહભેર સફાઈ અંગેની કામગીરી કરેલ.


Published by: Department of Economics

05-01-2023