૧૫મી ઓગસ્ટ ૭૭ મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી સાહેબ , કુલસચિવ ડૉ. હરીશ રૂપારેલીઆ સાહેબ, ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા તથા ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ અધિકાર કાયદા ભવનના મેદાનમાં "વસુધાવંદન" (વૃક્ષારોપણ) કરવામાં આવેલ હતું. સ્વતંત્રતા પર્વ પ્રસંગે માનવ અધિકાર ભવનના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ માંજરીયા તથા વિદ્યાર્થીઓએ માન. કુલપતિશ્રી તથા કુલસચિવશ્રીને ખાદીનો રાષ્ટ્રધ્વજ અર્પણ કર્યો હતો.