article on Suicide prevention By Dr. Yogesh Jogsan & Dr. Dhara Doshi

10 સપ્ટેમ્બર: વિશ્વ આત્મહત્યા  નિવારણ દિવસ: આપઘાત કરવો કોઈ ઉકેલ નથી એક પીછેહઠ છે.વ્હાલાઓનો ચહેરો યાદ કરો.

ડો.યોગેશ જોગસન અને ડૉ. ધારા આર. દોશી

તારીખ *10 સપ્ટેમ્બર એટલે WORLD SUICIDE PREVENTION DAY* 

આત્મહત્યા એટલે ખુદની જાત સાથે એક પ્રકારની છેતરપિંડી. એક ફિલ્મ એકટર આત્મહત્યા કરે ને તેની પાછળ તેના ફેન્સ પણ આત્મહત્યા કરે, ઓનલાઈન ભણવું ન ગમે અને એક નાનકડું ફૂલ ખીલ્યા પહેલાં જ કરમાઈ જાય, પિતા મોબાઈલ ન અપાવી શકે અને સંતાન આત્મહત્યા કરે, માતા ઠપકો આપે ને સંતાનો પંખે લટકી જાય, પ્રેમી કે પ્રેમિકા છોડી જતા રહે ને આત્મહત્યા થાય, લગ્ન ન થાય તો કૂવો પુરાય, પતિ ખીજાય તો બાળકો સાથે અગન પછેડી ઓઢાય, પત્ની રિસામને જાય તો પતિ દવા પીને જીવન ટૂંકાવે.. અરે  કેટકેટલા કારણો અને કેટલી ઓછી સહનશક્તિ અને તેમાં પણ આજ જ્યારે કોરોના એ આખા વિશ્વને બાનમાં લીધું છે ત્યારે આત્મહત્યા ના કિસ્સાઓ પણ વધતા ગયા છે.

કોરોના પોઝીટીવ વ્યક્તિઓ આત્મહત્યા કરવા સુધીના પગલાંઓ ભરતા થયા. ત્યારે આત્મહત્યા ના કારણો અને તેને જાણી અટકાવવાના ઉપાયો જાણવા જરૂરી છે. આત્મહત્યા એ કોઈ પાપ કે અપરાધ નહિ પણ એક પ્રકારની માનસિક અને સામાજિક સમસ્યા છે જેમાં કરનાર અને શિકાર બન્ને એક જ હોય છે. આત્મહત્યા વૃતિવાળી વ્યક્તિ જ્યારે આત્મહત્યા કરવાની હોય છે ત્યારે તેના વર્તનમાં અનેક પ્રકારના પરિવર્તન આવે છે. તેના વર્તનમાં બેચેની, ચિંતા, હતાશા, નિરાશા, વગેરે જોવા મળે છે. જરૂરી નથી કે આત્મહત્યાની વૃત્તિ વાળા દરેક લોકો આત્મહત્યા કરે જ. આ વૃત્તિ ઘણા લોકોમાં હોય છે પણ બધા લોકો આત્મહત્યા કરતા નથી. આમ આત્મહત્યા એટલે પોતાની મરજીથી,ઈચ્છાથી પોતાના જીવનનો અંત લાવવો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના એક સર્વે મુજબ 2019માં સરેરાશ 381 આત્મહત્યા થઈ. 2018 કરતા 2019માં દર એકલાખ વ્યક્તિએ 0.2 ટકાનો વધારો જોવા મળ્યો. 2019માં 1,39,123 લોકોએ 2018માં 1,34,516 લોકોએ અને 2017માં 1,29,887 લોકોએ ભારતમાં આત્મહત્યા કરી. WHO ના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં સહુથી વધુ 15-29 વર્ષના લોકો આત્મહત્યા કરવા દોરાય છે.

*આત્મહત્યાના લક્ષણો*

👉🏼પોતાની જાતને ક્યાંક અટવાયા છીએ એવું અનુભવવું 

👉🏼આશાહીન બનવું

👉🏼અચાનક નશીલા દ્રવ્યોનું સેવન

👉🏼રોજબરોજના કાર્ય માં પરિવર્તન જેમકે જમવાની રીતમાં, સુવાની રીતમાં અચાનક બદલાવ

👉🏼જોખમી કાર્ય કરવા

👉🏼લોકોથી દુરી રાખવી..એકલા રહેવાનું શરૂ કરી દેવું

👉🏼વારંવાર મૂડ માં પરિવર્તનજેમકે અચાનક ખોટો ગુસ્સો, કારણ વગર રડવું, નિરાશ થઈ જવું

👉🏼વ્યક્તિત્વમાં પરિવર્તન

👉🏼જીવન જીવવા જેવું નથી એવા ઉદગારો

👉🏼સોશિયલ મીડિયાથી અચાનક દૂર થવું

👉🏼નિષેધક પોસ્ટ મુકવી

👉🏼હું ન હોવું તો એવા વાક્યો બોલવા

👉🏼મિતભાસી થઈ જવું

👉🏼એડવાન્સ આર્થિક પ્લાન

👉🏼મને કોઈ સમજતું નથી એવી લાગણી

👉🏼નીચું સ્વ મૂલ્યાંકન

વગેરે

*આત્મહત્યા ના કારણો*

👉🏼ગરીબી

👉🏼બેકારી

👉🏼સહનશીલતા નો અભાવ

👉🏼ઉચ્ચ અહમ

👉🏼પ્રિય વ્યક્તિનું મૃત્યુ

👉🏼એકલતા

👉🏼સામાજિક તિરસ્કાર

👉🏼લોકોનું દબાણ

👉🏼ઉચ્ચ મહત્વકાંક્ષા

👉🏼કોઈ મનોવૈજ્ઞાનિક રોગ

👉🏼વધુ પડતી આવેગશીલતા

👉🏼બાળકો પર માતા પિતાનું ખોટું અનુશાસન

👉🏼તણાવ પણ આત્મહત્યા સાથે જોડાયેલ છે. જે લોકો આત્મહત્યા કરે છે તેના શરીરમાં અસામાન્ય ઉચ્ચ ગતિવિધિ અને સ્ટ્રેસ હોર્મોન જોવા મળે છે જેમકે સેરોટોનિન એક પ્રકારનું મગજનું ન્યુરો ટ્રાન્સમીટર છે જે મુડ, ચિંતા અને આવેગશીલતા સાથે જોડાયેલ હોય છે. સંશોધન દ્વારા જાણવા મળ્યું કે આત્મહત્યા કરનારના સેરીબ્રોસ્પાઇનલ ફલ્યુડ અને મગજમાં સેરોટોનિન નું સ્તર સામાન્ય કરતા ઓછું જોવા મળે છે.

👉🏼ભણતરની ચિંતા અને તણાવના કારણે કિશોરો અને યુવાનો સહુથી વધુ આત્મહત્યા કરે છે

👉🏼શારીરિક વિકાસ ની અવઢવને લીધે કિશોરો આત્મહત્યા કરવા દોરાય છે

👉🏼આસાધ્ય રોગ

👉🏼આંતરવેયક્તિક સંકટો અને વિભક્ત કુટુંબ

👉🏼નિમ્ન સામાજિક આર્થિક દરજ્જો

👉🏼આયોગ્ય માનસિક આવેગો

વગેરે

*આત્મહત્યાના વિચારોથી બચો અને રોકથામ*

👉🏼નિખાલસ રહેતા શીખો. નિખાલસતા કેળવવાથી માનસિક રાહત અને શાંતિ મળે છે. જે નિષેધક વિચારોથી દૂર કરશે

👉🏼ખુદની મદદ કરો. જાત મહેનત જીંદાબાદ એ યાદ રાખો. કોઈ જ્યારે મદદે ન હોય ત્યારે જાત પર ભરોસો કેળવો

👉🏼મિત્રો સાથે સમસ્યાઓ વહેંચો. વહેંચવાથી દુઃખ હળવું થાય છે. 

👉🏼હળવાશ કેળવો..જો હળવાશ કેળવશો તો કડવાશ નહિ થાય

👉🏼જરૂરી લાગે ત્યારે સમયસર સારવાર લો. 

👉🏼સપોર્ટ નેટવર્ક સ્થાપિત કરો. નજીકના લોકો સાથે વાતચીત કરો

👉🏼પરિવારના સભ્યોએ એકબીજાની મદદ કરવી, હિંમત વધારવી

👉🏼સંગીત સાંભળો

👉🏼પીડિત વ્યક્તિ ની આજુબાજુ કોઈ ધારદાર વસ્તુ ન રાખો

👉🏼પીડિત વ્યક્તિને સતત ટોર્ચર ન કરતા તેની હુંફભરી કાળજી રાખો

👉🏼પીડિત વ્યક્તિ જ્યારે મદદ કે સલાહ માટે આવે ત્યારે સોહાર્દ પૂર્ણ સંબધ સ્થાપિત કરો

👉🏼તેને અહેસાસ કરાવો કે આવા નિષેધક વિચારોથી જીવનની સાચી પરિસ્થિતિનું મૂલ્યાંકન ન કરી શકાય

👉🏼તેમને સમજાવો કે આત્મહત્યા સિવાય ઘણા રસ્તાઓ છે સમસ્યા સમાધાન મટે

👉🏼મિત્રની ભૂમિકા ભજવો

👉🏼આવી વ્યક્તિને એકલી ન મુકવી બને તો વધુ સમય પ્રેમથી સાથે ગાળવાના પ્રયત્નો કરવા

👉🏼પીડિત વ્યક્તિને ઠપકો કે શિખામણ આપવાનું ટાળવું

👉🏼વયક્તિને બને તેટલા ખુશ રાખવા પ્રયત્નો કરો

*કોવિડ 19 અને આત્મહત્યા*

જ્યારથી ભારતમાં કોરોના નું સંક્રમણ ફેલાવવાનું શરૂ થયું અને લોકડાઉન થયું ત્યારથી લોકોમાં માનસિક બેચેની, તાણ, આક્રમકતા, ચિંતા, બેચેની, એકલતાનો અનુભવ શરૂ થયો અને ક્યાંક આ બધાના પરિણામે આત્મહત્યા વધી. મનોવિજ્ઞાન ભવન સલાહકેન્દ્ર માં આવેલ ફોન માંથી આત્મહત્યા ના વિચારો વાળા લોકોના ફોન આવ્યા અને તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કોવિડ 19ના લીધે લોકોના મનમાં ઘણી ઉથલ પાથલ થઈ રહી છે. તેને સમાજ એક કલંક ના રૂપમાં જોવે છે. કોવિડ 19નો ચેપ એક પાપ સ્વરૂપ થઈ ગયું છે જેથી ખિન્નતા માં વધારો થયો છે. હજુ કોવિડ નો રિપોર્ટ આવે એ પહેલાં પણ આત્મહત્યા ના કિસ્સામાં વધારો થતો જોવા મળે છે. સ્ત્રીઓની તુલના એ પુરુષો વધુ આત્મહત્યા કરે છે. કોવિડ 19ના ચેપને લીધે સામાજિક કલંક, સામાજિક દુરી, ખિન્નતા,ચિંતા, લાગણીઓ માં અંસ્તુલન, આર્થિક મુશ્કેલીઓ, અયોગ્ય જ્ઞાન એ આત્મહત્યા ના કારણ બન્યા. 

*આજે જ્યારે આ મહામારીનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે ત્યારે world Suicide Prevention day પર મનોવિજ્ઞાન ના અધ્યાપકો તરીકે એક વિનંતી કે આ સમય પણ જતો રહેશે. એક ક્ષણિક આવેગમાં આવી આ અમૂલ્ય જીવન ન ગુમાવો. તમે તમારા અને તમારા પરિવારજનો માટે ખૂબ અમુલ્ય છો. દુનિયામાં એવા કેટલાય લોકોછે જેને બે ટંક નું ભોજન પણ નથી મળતું, એવા કેટલાય લોકો છે જે વિવિધ પ્રકારની શારીરિક મુશ્કેલીઓ ધરાવે છે અને છતાંય હસતા હસતા જીવન જીવે છે. જ્યારે જીવન છોડવાનું મન થાય ત્યારે એક વખત વિચારો કે અત્યાર સુધી જીવ્યા તો તેમાં કેટલી બધું આનંદ ની પળો હતી. આત્મહત્યા કરનાર એક જવખત મરે પણ તેની સાથે જોડાયેલ હજારો વખત મરે છે. જે માતાપિતા એ ભોગ આપી મોટા કર્યા તેને ઠપકો આપવાનો પણ હક્ક નથી? માતા પિતા ભણવા માટે પ્રેશરકરે પણ એ ક્યાંક સંતાન નું ભલું ઇચ્છતા હોય છે.*

કોરોના પણ જતો રહેશે. આત્મહત્યા ઘટાડવા સમાજમાં પણ જાગૃતિ જરૂરી છે. કોઈ વ્યક્તિને કોરોના પોઝીટીવ હોય તો તેને શારીરિક નહિ પણ માનસિક મદદની જરૂર છે. તેને એટલો પણ ન ધિક્કારો કે જીવન અને માનવ પરથી વિશ્વાસ ઉડી જાય. જ્યારે પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ સાથે અયોગ્ય વર્તન કરો ત્યારે એક વખત વિચારો કે તેમની જગ્યાએ જો આપણી જાત હોય તો અન્ય લોકો આપણી સાથે આ વર્તન કરે તો શું અનુભવાય? *સમય છે શારીરિક અંતરનો સામાજિક કે લાગણી ના અંતરનો નહિ*

 

*આત્મહત્યા વિશેની કેટલીક ભ્રામક વાતો સમાજમાં પ્રવર્તે છે* જેમ કે .....

👉🏼આત્મહત્યા ની ચર્ચાથી આત્મહત્યા માં વધારો થાય છે

👉🏼માનસિક સમસ્યાઓ વાળા જ આત્મહત્યા નો રસ્તો પસન્દ કરે છે

👉🏼 આત્મહત્યા ના વિચારો માંથી મુક્ત થવું શક્ય નથી

👉🏼 આત્મહત્યા ના વિચારો વાળા આત્મહત્યા કરીને જ જંપે છે.

👉🏼 આત્મહત્યા ના મોટાભાગના કેસમાં અગાઉથી કોઈ લક્ષણો જોવા મળતા નથી

👉🏼જે લોકો આત્મહત્યા ના વિચારો કરે છે તે આત્મહત્યા કરતા નથી. ગાઝ્યા મેઘ વરશે નહીં એવી લોકોક્તિ આપી લોકો ગંભીરતા રાખતાનથી

👉🏼આઆત્મહત્યા નો પ્રયત્ન એ ધ્યાન ખેંચવાની વૃત્તિ કે નાટક હોય છે

 ઉપરોક્ત બાબતો પર ધ્યાન ન આપતા આત્મહત્યા ના લક્ષણો કે વિચાર વળી વ્યક્તિને મનોચિકિત્સક અને મનોવૈજ્ઞાનિક પાસે મોકલવી હિતાવહ છે. 

 

 

 

 

 

 

*પ્રેમમાં દગો મળ્યો હોય અને તમે આત્મહત્યા કરવાનું વિચારતા હોય તો યાદ રાખજો સામેવાળા પાસે આખી દુનિયા છે પણ તમારા મા બાપ માટે તમે એક જ છો*

 

*આપણે એવી યુવાપેઢી તૈયાર કરી રહ્યા છીએ જેણે જીવનમાં સંઘર્ષ શરૂ થતા પહેલા જ હાર માની લીધી છે. આજે તેના માટે સફળતાનો અર્થ છે જિંદગી અને નિષફળતાનો મતલબ છે આત્મહત્યા પરંતુ નિષફળતા કાંઈ જીવનનો અંત નથી હોતી .*

 

*હે ભારતના યુવાનો કસમ લ્યો કે "હું સોગંધપૂર્વક પરિવર્તનના માર્ગે ચાલીશ અને જ્યાં સુધી સામર્થ્યનું એક ટીપું પણ હશે ત્યાં સુધી ચાલતો રહીશ."*

 

*જ્યારે તમારી અંદરના વિચાર બદલાય ત્યારે તમારી બહારની દુનિયા પણ બદલાય છે.*

 

*કાયર હોય એ જ આત્મહત્યા કરે .. બાકી જિંદગીને ભરી પીવા ભરપૂર હિંમત જોઈએ.*

 

*મનોવિજ્ઞાન કહે છે કે અવરોધો માણસને અંદરથી મજબૂત બનાવે છે માટે અવરોધોથી અકળાવ નહિ મજબૂત બનો* ....

 

મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ....  જય મનોવિજ્ઞાન

 


Department: Department of Psychology

20-12-2020