article on male Brest Cancer by Nimisha Padariya and Dr. Dhara R. Doshi, Department of Psychology

પુરુષોમાં પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે

ડો.ધારા દોશી, નિમીષા પડારીયા                               

 

કોઈ સ્ત્રી એમ કહે કે મને બ્રેસ્ટ કેન્સર છે તો લોકો માની લેતા હોય છે પણ કોઈ પુરુષ એમ કહે કે મને બ્રેસ્ટ કેન્સર થયું છે તો સાંભળીને જરા અજુગતું લાગે.લોકો આવું સાંભળીને હસવામાં કાઢી નાખે એવું પણ બને પરંતુ આ એક વાસ્તવિકતા છે. લોકો માને છે કે માત્ર મહિલાને બ્રેસ્ટ કેન્સર થાય છે તો તે માન્યતા એક મોટી ભુલ છે. વેબએમડીના રિપોર્ટ અનુસાર, પુરૂષોને પણ બ્રેસ્ટ કેન્સર થાય છે.મેડિકલ રિપોર્ટ અનુસાર  100 દર્દીઓમાં એક પુરૂષ બ્રેસ્ટ કેન્સરથી પીડીય છે.

 

પુરૂષો માટે ગંભીર સ્તન કેન્સર

 

સ્તન કેન્સર એક ટિશ્યુના કારણે થાય છે. જે પુરૂષો અને મહીલા બન્નેમાં જોવા મળે છે. યૌવનાવસ્થામાં આવ્યા બાદ મહિલાઓમાં આ ટિશ્યુ વધી જાય છે. જ્યારે પુરૂષોમાં તે ટિશ્યુ યથાવત રહે છે. બ્રેસ્ટ કેન્સર થવા પર પુરૂષોના સ્તન પર ઘા થઇ જાય છે. જે હાડકાની સાથે મળીને તેજીથી ફેલાવવા લાગે છે. પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરનો ઇલાજ કરી શકાય છે. પરંતુ પુરૂષોને આ અંગે જાણકારી ન હોવાના કારણે આ બીમારી તેમના માટે જીવલેણ બની જાય છે. જો કે આ સંભાવના 100 પુરૂષોમાંથી ફક્ત એક પુરૂષને છે પરંતુ ફક્ત તે દર્દીની બચવાની સંભાવના 73% જ છે.

 

તબીબી વિજ્ઞાન કહે છે કે, વિશ્વભરમાં 11 ટકા પુરુષો બ્રેસ્ટ કેન્સરથી પીડાય છે અને વાર્ષિક 3 ટકા પુરૂષોના મૃત્યુ બ્રેસ્ટ કેન્સરથી થાય છે. આ વાત તો વૈશ્વિક લેવલની છે પરંતુ રાજકોટમાં દર 100 પુરુષોમાંથી 4 થી 5 કેસમાં સ્તન કેન્સરના દર્દી પુરુષો જોવા મળે છે જે ઘણી ચિંતાજનક બાબત કહેવાય. સૌરાષ્ટ્રના એક જાણીતા તબીબને  ખુદને બ્રેસ્ટ કેન્સર થયું હતું. 

 

તબીબી  પ્રેક્ટિસ કરનારે જણાવ્યું હતું કે  મને એક ચેસ્ટમાં નીપલ ઉપર એક સામાન્ય ગુમડું થયું હતું. ડોક્ટર હોવા છતાં પણ મે તેને સિરિયસ લેવાને બદલે ગુમડૂં છે મટી જશે એમ કરીને ઘણો લાંબો સમય કાઢી નાંખ્યો હતો પરંતુ તે ગુમડું મોટું થયુ અને થોડો દુ:ખાવો થતા ગુમડાની સારવાર માટે હું મિત્ર ડોક્ટરની સલાહ લેવા માટે ગયો ત્યારે મને આ ગુમડાની ગંભીરતા સમજાઈ હતી.  ડોક્ટરે મારા કેટલાક રિપોર્ટ કરાવ્યા અને તે રિપોર્ટમાં પહેલીવાર મને જાણવા મળ્યું કે મને બ્રેસ્ટ કેન્સર છે. તેઓ પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે, મને સામાન્ય લાગતું ગુમડું બિલકુલ સામાન્ય નહોતું. તે તો કેન્સર જેવા રાજરોગની શરુઆત હતી એ વાતથી અજાણ હું ડોક્ટરને એમ કહેતો કે એક નાનક્ડા ગુમડાને બાયોપ્સી જેટલું મહત્વ આપવાનું? ત્યારે ડોકટરે મને એ નાનકડા ગુમડાનાં મોટા રોલ વિશે સમજાવ્યું હતું. જોકે મને કેન્સરના નામથી બીક ન હતી અને મેં તેનો સામનો કરવાનું નક્કી કર્યું હતું. મને બ્રેસ્ટ કેન્સર થયું છે એ જાણીને આઘાત  લાગવા કરતા આશ્ચર્ય વધુ થયું હતું પણ પુરુષોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે તે એક વાસ્તવિકતા છે. મને બ્રેસ્ટ કેન્સર હોવાનું ડાયોગ્નાઈઝ થયાની બીજી જ ક્ષણે   વિચાર્યું કે અત્યાર સુધી હજારોમાં એક હતો હવે લાખોમાં એક બનીશ। આવા અભિગમ સાથે  મે તાત્કાલિક સારવાર કરાવવાનું નક્કી કર્યું.હતું.  જેમાં મારી સારવાર થરૂ થઈ અને ઓપરેશન કરવામાં આવ્યું પછી 6 કિમોથેરાપી આપવામાં આવી અને 35 રેડિયેશનની ટ્રીટમેન્ટ આપવામાં આવી.આ એક કિસ્સો અહીં વર્ણવ્યો છે એવા તો ઘણા કિસ્સા બનતા હશે.

 

પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરની દુર્લભ બિમારી જે સામાન્ય રીતે 60 વર્ષથી વધારે ઉંમરના પુરૂષને થવાની સંભાવના  છે.

 

તબીબોના જણાવ્યા અનુસાર  અમુક કારણોસર પુરુષોમાં સ્તન કેન્સરનું જોખમ વધારે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ તેની છાતી નજીક રેડિયેશન થેરેપી લેતો હોય, પરિવારમાં સ્તન કેન્સરનો ઇતિહાસ હોય, નબળી જીવનશૈલી અથવા કેટલાક આનુવંશિક વિકારને કારણે પુરુષોમાં પણ સ્તન કેન્સર થઈ શકે છે. સાથે લિંગ પરિવર્તન કરાવનાર વ્યક્તિને પણ આ પ્રકારની બીમારી થવાની સંભાવના હોતી હોય છે.

 

બ્રેસ્ટ કેન્સરના કારણો

 

*આલ્કોહોલનું વધુ પડતું સેવન*

 

વધુ માત્રામાં દારૂ પીવાથી પણ પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરની સંભાવના વધી જાય છે. આ એટલા માટે પણ કારણ કે તેના લીધે લીવર પર અસર થવા લાગે છે.

 

ફિમેલ રિલેટિવ્સ હિસ્ટ્રી

 

માતા, દાદી-નાની, બહેન અથવા લોહીના સંબંધ હોય તેમને જો બ્રેસ્ટ કેન્સર હોય તો પુરૂષોમાં ખતરો વધુ રહે છે.

 

ઉંમર વધવાના લીધે

 

વધતી જતી ઉંમર પણ બ્રેસ્ટ કેન્સર કેન્સરનું કારણ હોઇ શકે છે.  મોટાભાગના કેસોમાં 60 વર્ષની ઉંમરની આસપાસ પુરૂષોને ખબર પડે છે કે તેમને બ્રેસ્ટ કેન્સર છે.

મમ્પ્સ ઓકૉઇટિસ

 

મમ્પ્સ ઑર્કઇટિસ જેવા અંડકોષના રોગ, જેમાં પુરૂષના એક અથવા બંને ટેસ્ટિકલ્સમાં મમ્પ્સ વાયરસના કારણે સોજો થઇ જાય છે, અથવા પછી અવાંછિત ટેસ્ટિકલના લીધે પણ પુરૂષોમાં સ્તન કેન્સરનો ખતરો વધી શકે છે. ક્લાઇનફેલ્ટર સિંડ્રોમ

 

XYના બદલે XXY ગુણસુત્રથી પેદા થયેલા પુરૂષમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો 20થી 60 ટકા વધી જાય છે. આવી સ્થિતિને ક્લાઈનફેલ્ટર સિન્ડ્રોમ કહેવામાં આવે છે. એટલે કે સ્ત્રેણ પ્રકૃતિ ધરાવતા લોકોમાં બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ સૌથી વઘુ છે.

 

*એસ્ટ્રોજન હાર્મોનમાં વૃદ્ધિ થવી*

 

એસ્ટ્રોજન હાર્મોન્સના સ્તરમાં વધારાના લીધે બને છે, અને તેનાથી બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે. એટલું જ નહી હાર્મોન એસ્ટ્રોજનથી ભરપૂર પદાર્થોનું વધુ સેવન અથવા એવી દવાઓ જેમાં એસ્ટ્રોજન હોય, તે જીનને સક્રિય બનાવીને એસ્ટ્રોજનના ખતરાને ઉત્પન્ન કરી શકે છે.

  

*વિકિરણના લીધે*

 

વિકિરણ અથવા રેડિએશનના લીધે સામાન્યથી વધુ કોશિકાઓને કેન્સર કોશિકાઓમાં ફેરવવા માટે કારક બને છે.  પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સરના લક્ષણ

 

- છાતી પર ગાંઠ બનવી.

- નિપ્પલનું અંદર જતુ રહેવુ

- નિપ્પલ્સની આસપાસની ત્વચા પણ ડ્રાઈ થવા લાગે છે.

- છાતી પર ઘા કે ચાંદા, દુખાવા વગરની ગાંઠ, છાતી વધવી,

- સ્તનની આસપાસથી લોહી નીકળવું.

- હાથ લગાવવા પર દુખાવો જેવા અનુભવ 

- સ્તનની પેશીઓમાં વૃદ્ધિ - તબીબી પરિભાષા ગાઇનકોમેસ્ટિયા દ્વારા પણ ઓળખાય છે.

 

સારવાર 

 

પુરૂષ સ્તન કેન્સર માટે સર્જરી સૌથી સામાન્ય ઉપાય છે. તેમાં સામાન્ય રીતે એક મોસ્ટેક્ટોમી સામેલ હોય છે,  કિમોથેરાપી જેવી કેટલીક અત્યાધુનિક પદ્ધતિ દ્વારા સ્તન કેન્સરને દૂર કરી શકાય છે.   સ્તન કેન્સર ધરાવતા વ્યક્તિઓમાં માનસિક બીમારીઓના લક્ષણો અમુક ચોક્કસ સમયે વધારે જોવા મળતા હોય છે.જેમકે નિદાન સમયે,મુખ્ય સારવાર નક્કી કરવાના સમયે,જો ફરીથી રોગ નિદાન થાય ત્યારે અથવા મેટાસ્ટેટિસના નિદાન વખતે. શરૂઆતના સમયમાં ઉદાસી અને ચિંતાનુ પ્રમાણ વધારે જોવા મળે છે.

 

કેન્સરના દર્દીઓને આ પ્રકારની માનસિક સમસ્યાઓ આવતી હોય છે

- ઉદાસ મન.

- પસ્તાવો/હીનતાની લાગણી.

- મરી જવાના વિચારો

- સતત થાક લાગવો,કાર્ય ક્ષમતા ઘટવી.

- જીવન વ્યર્થ,નકામું લાગતી.

- ઊંઘની સમસ્યા.

- ગભરામણ,બેચેની,સતત ચિંતામાં રહેવું.

- ચીડિયાપણું.

- કામ-કાજ કે રોજિંદા કાર્યોમાં ભૂલો,બેધ્યાનપણું.

- સતત ભવિષ્યની ચિંતા અને નકારાત્મક વિચારો.

- ઝડપથી થાકી જવું,સ્નાયુઓના દુ:ખાવા કે તણાવ.

- એકલતાપણું,ગભરામણ,

- જો આ પ્રકારના લક્ષણો ૬ મહિના કે તેથી વધારે સમય માટે રહે અને તેની તમારા રોજીંદા જીવન અને કાર્ય પર નકારાત્મક અસર પડે છે.

 

માનસિક રોગ નિષ્ણાત અને સલાહકાર આ પ્રમાણે મદદ કરી શકે છે.

- બીમારી સબંધિત ગેરસમજો દૂર કરી,બીમારી વિશે યોગ્ય સલાહ અને માર્ગ દર્શન આપવું.

- સહાનુભુતીપૂર્ણ દર્દીની સમસ્યાઓ સાંભળી એના યોગ્ય નિરાકરણો વિષે માર્ગ દર્શન.

- પ્રવૃત્તિશીલ જીવનશૈલી અને હકારાત્મક વિચારશૈલીની સમજણ.

- માનસિક રોગ અને કેન્સરના રોગ માટે જરૂરી સારવાર અંગે સલાહસૂચન.             

 

 બ્રેસ્ટ કેન્સરથી બચવા માટેના કેટલાંક ઉપાય 

 

*કાળા મરી* : કાળા મરીમાં પુષ્કળ માત્રામાં એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે માટે તે કોઇપણ પ્રકારના કેન્સર સામે તમને સુરક્ષા પૂરી પાડે છે. તે એન્ટી કેન્સર આહાર ગણાય છે. 

 

*લસણ* : લસણમાં પણ એન્ટિઓક્સિડેન્ટ્સની ઘણા પ્રમાણમાં હોય છે જેથી આ પણ એન્ટી કેન્સર આહાર મનાય છે. તે કાર્સિનોજેનિક કમ્પાઉન્ડને બનતું રોકે છે અને કેન્સર સામે શરીરની સુરક્ષા કરે છે. 

 

*લીલી ચા- ગ્રીન ટી* : લીલી ચા પોતાના ઔષધિય ગુણો માટે જાણીતી છે. તે વિવિધ પ્રકારના કેન્સર સામે તમારી સુરક્ષા કરે છે. દરરોજ લીલી ચાના સેવનથી કેન્સરના સેલ બનવાના બંધ થઇ જાય છે. દિવસમાં 3વાર લીલી ચા પીવાથી શરીરમાં સંપૂર્ણપણે કેન્સરના સેલ બનવાની સંભાવના સમાપ્ત થઇ જાય છે. 

 

હળદર : ખાવામાં વપરાતી આ સામાન્ય વસ્તુનો ઉપયોગ અચૂક કરો કારણ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે બહુ ગુણકારી હોય છે. હળદરમાં સર્કુમીન( curcumin) નામનું ફાઇટોન્યૂટ્રિયેન્ટ હોય છે જે સર્વાઇકલ કેન્સર સામે શરીરને સુરક્ષા પૂરી પાડે છે. 

 

- દ્રાક્ષ અને અનાર ના જ્યુસ નો નિયમિત રીતે સેવન

- સુંઠ, મીઠું, મૂળા, સરસીયા ના દાણા અને સરગવા ના બીજ લો. 

- તેમજ નિયમિત યોગ, કસરત, પ્રાણાયમ

- યોગ્ય પૌષ્ટિક આહાર

- જીવનશૈલીમાં ફેરફાર                               

-યોગ   

કેન્સર એક એવું નામ છે કે, સાંભળીને પગ નીચેથી જમીન સરકી જાય છે.  આવી સ્થિતિમાં વ્યક્તિ ડરીને દુ: ખી થઈ જાય છે.  તે જીવન પ્રત્યે ખૂબ ઉદાસી અને માયુશી અનુભવે છે.  તેનામાં લઘુતાભાવ જટિલ રીતે પેદા થાય છે.  તેને લાગે છે કે જાણે તેનું આખું વિશ્વ ચાલ્યું ગયું છે.  આવા રોગના ભય અને ડરમાં, યોગ એ એક માધ્યમ છે જેના દ્વારા કેન્સરના દર્દીઓના મન અને શરીરની સારવાર કરી શકાય છે.  યોગ એક અસરકારક ઉપાય છે જે થાક, ઉદાસી અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ બને છે. કેટલાક અભ્યાસ અનુસાર, કેન્સરવાળા દર્દીઓ માટે યોગ શારીરિક અને ભાવનાત્મક ઉપચાર તેમજ સારવાર દરમિયાન અને પછી જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે.  આવી સ્થિતિમાં યોગ નિષ્ણાંતના કહેવા અનુસાર આપણે યોગની મદદથી કેન્સરના દર્દીઓના મન અને શરીરની સારવાર ખૂબ સારી રીતે કરી શકીએ છીએ.

 


Department: Department of Psychology

19-03-2021