શારીરિક શિક્ષણ ભવન અને નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ માટે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ ના રોજ શારીરિક શિક્ષણ ભવન અને નેહરુ યુવા કેન્દ્રના સહયોગથી યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ માટે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેનિસ, રાઈફલ શુટિંગ, ૫ કિલોમીટર દોડનું આયોજન એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતુ, જેમાં ૧૩૫  ખેલાડીઓએ ભાગ લીધેલ હતો.  સવારે ૭ વાગ્યાથી સાંજે ૦૪ વાગ્યા સુધી સમગ્ર મેદાનમાં સ્પર્ધાઓને કારણે રોચક વાતાવરણ જોવા મળ્યું હતું. વિજેતા ખેલાડીઓને ટ્રોફી આપીને સન્માનિત કરેલ હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શારીરિક શિક્ષણ નિયામકશ્રી અને એમ.પી.એડ. ભવનના અધ્યક્ષશ્રી, સ્ટાફ અને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ હતું. વિજેતા ખેલાડીઓને ટ્રોફી અને ભાગ લેનાર ખેલાડીઓને સર્ટીફીકેટ એનાયત કરેલા હતા. આ સ્પર્ધામાં અલગ-અલગ રમતોના વિજેતાઓના નામ નીચે મુજબ છે

(૧). ૦૫ કિમી. દોડ સ્પર્ધા: (૧) જાડેજા જયરાજસિંહ. (જસાણી કોલેજ- રાજકોટ) (સમય:૧૭:૩૬:૪૪)                          

                                     (૨) વાઘાણી પ્રવીણ. (ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ) (સમય: ૧૭:૫૮:૧૬)

                                      (૩) વાઘાણી કિશન (જસાણી કોલેજ-રાજકોટ) (સમય: ૧૮:૨૮:૮૦                           

(૨). રસ્સખેચ સ્પર્ધા : (૧) જે.જે. કુંડલીયા કોલેજ- રાજકોટ  -  પ્રથમ

                              (૨) ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ  - દ્વિત્ય

                               (૩) સમર્પણ કોલેજ-રાજકોટ – તૃતીય

(૩) બેડમિન્ટન સ્પર્ધા: (૧) વિરાજ શાપરીયા (એચ.એન. શુક્લા કોલેજ) અને સમય ખીરાણી (જે.જે. કુંડલીયા કોલેજ)                  

                               (૨) કુશ વાઘાણી (ફીઝીક્સ ડીપાર્ટમેન્ટ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી- રાજકોટ) અને  મયુરસિંહ જાડેજા(એ.જી.ઓફીસ- રાજકોટ)

                                (૩) તનય ચંદ (હરીયા કોલેજ- જામનગર) અને અજય ઠુંમર (એમ.પી.એડ. ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી- રાજકોટ) 

(૪) લોનટેનીસ સ્પર્ધા: (૧) જશ વૈદ (ગોસરાણી કોલેજ- જામનગર)

                                (૨) દીવ્યનીલ વાઘેલા (હરીવંદના કોલેજ-રાજકોટ)

                                (૩) દિવ્યાંગ ચાવડા (એચ.એન. શુક્લા કોલેજ-રાજકોટ)

(૫) શુટિંગ સ્પર્ધા: (૧) દવે શિવમ (એચ.એન. શુક્લા કોલેજ)

                         (૨) વિઠ્ઠલાણી નંદન (મારવાડી યુનિવર્સીટી- રાજકોટ)

                         (૩) પોલ પાર્થ (એચ.એન. શુક્લા કોલેજ- રાજકોટ)

(૬) ચેસ સ્પર્ધા: (૧) કૃણાલ ભટ્ટી (ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ- રાજકોટ)

                      (૨) રોનકભાઈ ભેસદડીયા (ગવર્નમેન્ટ લો કોલેજ- રાજકોટ)

                       (૩) અભિષેક ઉપાધ્યાય (ગીતાંજલિ કોલેજ –રાજકોટ)

સ્પર્ધકોને બિરદાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માન. કુલપતિ ડૉ. જી.સી.ભીમાણી સાહેબે વિશેષ સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં વિવિધ વય જૂથના અનેક લોકોએ ભાગ લઈ પોતાની પ્રતિભા નું પ્રદર્શન કર્યું હતું. ફીટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત આ સ્પર્ધાઓ ઓપન હોઈ અનેક મેદાનમાં દોડવા આવતા અને પ્રેક્ટિસ કરવા આવતા રમતપ્રેમી લોકોએ પણ ભાગ લીધો.


Published by: Physical Education Section

19-02-2022