તા.૨૨.૮.૨૦૨૩ ના રોજ સમાજકાર્ય ભવન માંથી M.S.W.Sem.I ના વિદ્યાર્થીઓને શ્રી સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ની મુલાકાત માટે લઈ ગયેલા હતા. શ્રી બ્લોચ સલીમભાઈ અને શ્રી ડાભી સિધ્ધરાજભાઈ આ બન્ને વિદ્યાર્થીઓ સમાજકાર્ય ભવનના જ હતા અને હાલ તેઓ એચ.આર.મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમના દ્રારા વિદ્યાર્થીઓને સંસ્થા વિષે અને કર્મચારીઓને અપાતી સગવડતાઓ વિષે માહિતગાર કરવામાં આવેલ હતા.આ માહિતી ભવિષ્યમાં જ્યારે પણ વિદ્યાર્થીઓ ક્ષેત્રકાર્ય માટે જાય ત્યારે ખુબજ ઉપયોગી નીવડશે. વિદ્યાર્થીઓ સાથે શ્રી હિરલબેન રાવલ અને ડો.પ્રિતેશભાઇ પોપટ ગયા હતા. અને મુલાકાત પૂર્ણ થયા બાદ આભાર વિધિ કરી હતી.