૭૩મો પ્રજાસત્તાકદીન ૨૬ જાન્યુઆરી ૨૦૨૨

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ કેમ્પસ ખાતે ૭૩ મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણી
દેશની આઝાદીના શહીદવીરો અને પ્રેરણા બિંદુઓને શત શત વંદન –કુલપતિશ્રી ડૉ.નીતિન પેથાણી
આઝાદીપર્વ આપણી અંદર દેશ માટે ગૌરવ અને જુસ્સો વધારે છે.-ઉપકુલપતિશ્રી ડૉ.વિજય દેશાણી
 
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ ખાતે તા.૨૬ મી જાન્યુઆરી,૨૦૨૨ ના રોજ સવારે ૦૮.૩૦ કલાકે કેમ્પસ પ્લાઝામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડૉ.નીતિનભાઈ પેથાણી સાહેબના વરદ હસ્તે અને ડૉ.વિજયભાઈ દેશાણી ની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો  આ પ્રસંગે કુલસચિવશ્રી નિલેશભાઈ સોની સીન્ડીકેટના સદસ્યશ્રીઓ,ભવનના અધ્યક્ષશ્રીઓ,કેન્દ્રના વડાઓ,અધિકારી ગણ,અધ્યાપક ગણ,વહીવટી પાંખના કર્મચારીગણ,એન.સી.સી. કેડેટ્સ,એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને વિધાર્થીગણ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગીતનું સમુહમાં ગાન કરવામાં આવેલ હતું.
૭૩ મા પ્રજાસત્તાક દિન ની  ગરિમાપૂર્ણ  ઉજવણીના પ્રસંગે ડૉ.નીતિનભાઈ પેથાણી એ પોતાના  પ્રવચનમાં ઉપસ્થિત સહુને પ્રજાસત્તાકદિન પર્વની શુભેચ્છા પાઠવી  દેશની આઝાદીના શહીદવીરો અને પ્રેરણા બિંદુઓને શત શત વંદન કાર્ય હતા. ”ભવ્ય કાશી દિવ્ય કાશી” ની  વિશેષતા યાદ કરી હતી. રાષ્ટ્રીય શિક્ષા નીતિ નો અમલ આગામી સમય માટે પડકાર રૂપ બની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સત્તા મંડળ અને સહુના સહિયારા પ્રયાસોથી નવી શિક્ષા નીતિ નો અમલ શક્ય અને સફળ બનશે અને એના આધારે જ શિક્ષણ મેળવી અને આપીએ તો ભારત ચોક્કસ વિશ્વ ગુરુ તરફ વધુ એક ડગલું માંડશે.
 રાજ્ય સરકાર દ્વારા કાર્ય નિષ્ઠા અને કાર્ય પ્રણાલી ને આધારે કુલપતિની જવાબદારી આપેલ એ બદલ હું રાજ્ય સરકારનો આભારી છું અને ત્રુટીઓ દુર કરી અનુભવોમાંથી વધુ સારું કરવાનો પ્રયત્ન કરીશું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત લક્ષ્મીનગર અન્ડરબ્રીજ ને  CDS બીપીન રાવત નામકરણ એ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની કદર ની ઐતિહાસિક ઘટના કહી શકાય. પદ્મ એવોર્ડથી સન્માનિત થવું એ કોઈ પણ વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક કરેલ કાર્ય ક્યારેય અફળ જતું નથી એ દર્શાવે છે       
૭૩ મા પ્રજાસત્તાક દિન ની  ગરિમાપૂર્ણ  ઉજવણીના પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિશ્રી ડૉ.વિજયભાઈ દેશાણીએ  પ્રથમ કુલપતિ સ્વ.ડોલરરાય માંકડની ચેતના ને યાદ કરી પોતાના પ્રાસંગિક સંદેશમાં જણાવ્યું કે રાષ્ટ્ર માટે દેશ માટે આપણને જોમ અને જુસ્સો વધારતુ પર્વ એટલે પ્રજાસત્તાક દિન પર્વ. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય કાશી દિવ્ય કાશી હોય ,રામ મંદિર ની વાત  હોય કે કેદારનાથનું પુનઃપ્રતિષ્ઠાન હોય દેશને હર હમેશ નવું અર્પણ કરેલ છે.
     સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો એલ્યુંમીનાઈ વિધાર્થી આજે દેશ દુનિયામાં સર્વોત્તમ પદ પર કાર્યરત છે એ આપણા માટે ખુબ ગૌરવની વાત છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વિકાસની વણથંભી યાત્રા ને આગળ વધારવાની અમોને તક મળી છે તે જવાબદારી ખુબ સુપેરે નિભાવવા પ્રયત્ન કરેલ છે. સત્યના રથને આગળ વધારવાની અને શુદ્ધિકરણનિ પ્રક્રિયા પણ અમારા શિરે આવી, કોરોના દરમિયાન અનેક પડકારો આવ્યા એ આપ સહુના સહિયારા પ્રયાસોથી પાર પડ્યા છે, એમ જણાવ્યું હતું. ત્રણ વર્ષના કાર્યકાળમાં સીન્ડીકેટ સદસ્ય થી લઇ ને કર્મચારીગણ સુધી તમામનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો છે એ બદલ હું આપ સહુનો આભારી છું.
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ શ્રી નીલેશભાઈ સોની ના માર્ગદર્શન હેઠળ શ્રી કાનાભાઈ બાવડા,શ્રી દીપકભાઈ અગ્રાવત,શ્રી ઉમેશભાઈ માઢક,શ્રી દેવેનભાઈ દાણીધારિયા,શ્રી મૌનીકભાઈ ગઢવી,શ્રી ચિંતનભાઈ રાવલ,શ્રી કૌશિકભાઈ દવે ,શ્રી નોરીયાભાઈ સહિતના સ્ટાફ એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ દુધરેજીયા દ્વારા કરવામાં આવેલ હતું.
ભારતમાતાકી જય .......વંદે માતરમ.......શહીદો અમર રહો.


Published by: Physical Education Section

26-01-2022