સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ હોકી બહેનો સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨

તા. 06/12/2021 ના રોજ એ. એમ. પી. સરકારી લૉ કોલેજ, રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કૉલેજ હોકી (બહેનો)સ્પર્ધાનું આયોજન હોકી ગ્રાઉન્ડ, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં કુલ ૯ બહેનોની ટીમોએ ભાગ લીધેલ હતો.

        આ સ્પર્ધામા એ. એમ. પી. સરકારી કોલેજના આચાર્ય શ્રી ડૉ. મીનલ એ. રાવલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટસ ડાયરેક્ટર શ્રી ડૉ. જતિન સોની સાહેબતેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ડૉ. વિજય દેશાણી સાહેબ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને ખેલાડીઓને શાબ્દિક શુભેચછાઓ પાઠવી હતી, સ્પર્ધામાં આવેલ મહેમાનોનું એ. એમ. પી. સરકારી લૉ કોલેજના સ્ટાફ  દ્વારા  પુષ્પ અને ખાદી અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.અંતે એ. એમ. પી. સરકારી કોલેજના આસિ. સ્પોર્ટ્સ ડાયરેકટર ડૉ. રોનક ભેસદડીયા દ્વારા આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ઉત્કૃષ્ટ પ્રયત્ન કરવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી સ્પર્ધા પૂર્ણ જાહેર કરી હતી.

 

        હોકી (બહેનો) સ્પર્ધામાં કુલ ૯ કોલેજની ખેલાડી બહેનોએ ભાગ લીધેલ હતો તેમાંથી જુદી જુદી કોલેજની કુલ ૧૬ ખેલાડી બહેનો વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનીધિત્વ કરશે.

       


Published by: Physical Education Section

06-12-2021